Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબી નજીક અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે વાહન ચાલક મુંબઇથી ઝડપાયો

મોરબી,તા.૧૪ : મોરબી નજીક ગત વર્ષે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર વ્યકિતના મોત થયા હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા વાહનચાલક સામે તપાસ ચલાવી હતી અને પોલીસે ઈ ગુજ્કોપ પોકેટ કોપ એપના માધ્યમથી આરોપી મહારાષ્ટ્રના નાગપુર અને મુંબઈ સુધી તપાસ ચલાવીને આરોપીને ઝડપી લીધો છે

  મોરબી નજીક હાઈવે પર ગત તા. ૨૮-૦૧-૨૦૨૧ ના રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં અન્ય રાજ્યમાંથી આવતા મિત્રોને લેવા ગયેલ યુવાન સાથે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ચાર વ્યકિતના મોત થતા બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં વઘાસીયા ટોલનાકા પરથી શંકાસ્પદ ટ્રક એમએચ ૪૦ એકે ૯૦૫૦ જાણવા મળતા ઈ ગુજ્કોપ પોકેટકોપમાં આપેલ એકલવ્ય વ્હીકલમાં સર્ચ કરતા ટ્રકના માલિક નાગપુરનું હોવાનું માલૂમ પડતા એક ટીમ બનાવી નાગપુર તપાસ કરી હતી અને ત્યાંથી ટ્રક મુંબઈ વહેચેલ હોવાનું ફલિત થતા એક ટીમ મુંબઈ ખાતે મોકલી હતી જ્યાં ટ્રક ચાલક આરોપી જાબાઝખાન ઉર્ફે રાજા જાવેદખાન રહે ગાજીપુર જી ઉત્તરપ્રદેશ વાળાને ટ્રક સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રવાપર રોડ પર દારૂની બોટલ સાથે ઝડપાયો

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રવાપર રોડ પર નીકલંઠ સ્કૂલ નજીક નાલા પાસેથી આરોપી તેજા કરશન સુંદરીયા (ઉ.વ.૩૮) રહે નવલખી રોડ કુબેરનગર શેરી નં ૦૨ મોરબી વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૦૧ બોટલ કીમત રૂ ૩૦૦ સાથે ઝડપી લીધો છે.

(11:37 am IST)