Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબીનો મચ્છુ ૩ ડેમ ૯૨ ટકા ભરાયો, ૨૧ ગામો એલર્ટ પર

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૪ : મોરબી તાલુકામાં જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ – ૩ ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે નવા નીરની આવક થતા ડેમ ૯૨% જેટલો ભરાઈ ચુક્યો છે. જેથી ૨૧ ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

 મોરબી જીલ્લામાં છેલ્લા ૨ દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તો વરસાદને કારણે મચ્છુ – ૩ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ડેમ હાલમાં ૯૨ ટકા ડેમ ભરાઇ ગયો છે. જેથી મોરબી માળીયાના ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મોરબીના ગોર ખીજડિયા, વનાળીયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા તો માળિયા તાલુકાના દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, ફતેપર, વીરવિદરકા, રાયસંગપર અને માળિયા સહિતના ગામો એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

(11:38 am IST)