Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજકોટ શહેર ગ્રામ્યના પાંચ સહિત રાજ્યના ૭૭ પીએસઆઇની બદલી

રાજકોટ તા. ૧૪: રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતાં ૭૭ પીએસઆઇની બદલીનો ઓર્ડર થયો છે. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યના પાંચ પીએસઆઇનો પણ સમાવેશ થાય છે.

ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ ૭૭ બિન હથીયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો આદેશ કર્યો છે. જેમાં રાજકોટ શહેરના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, એચ. જે. બરવાડીયા, આર. કે. રાઠોડ તથા રાજકોટ ગ્રામ્યના આર. એ. ભોજાણી, સી. એસ. વાછાણી સહિતનો સમાવેશ થાય છે.  પીએસઆઇ બરવાડીયાને જુનાગઢ, પીએસઆઇ રાઠોડને અમદાવાદ શહેર, પીએસઆઇ ધાંધલ્યાને અમદાવાદ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જુનાગઢ, જામનગર સહિતના શહેરોના પીએસઆઇની પણ બદલીઓ થઇ છે.

(11:39 am IST)