Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પોરબંદરના સોરઠી ડેમમાં વધુ ૪ાા ફુટ નવુ પાણી આવ્યું: સોનમતીમાં સવા ફુટનો વધારોઃ બ્રાહ્મણી-કણુંકીમાં ૦ાા ફુટ

રાજકોટ તા. ૧૪ : પોરબંદર પંથકમાં ગઇકાલે સોરઠી ડેમમાં ૧૧ ફુટ નવુ પાણી આવતા સપાટી જીવંત બની હતી, તેમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં વધુ ૪ાા ફુટ નવુ પાણી મેઘરાજાએ ઠાલવતા ડેમની જીવંત સપાટી ૩ાા ફુટે પહોંચી છે.

દરમિયાન દ્વારકા જીલ્લાના સોનમતીમાં સવા ફુટ તથા મોરબી જીલ્લાના બ્રાહ્મણી -ર માં ૦ાા અને રાજકોટ જીલ્લાના કર્ણુકી ડેમમાં ૦ાા ફુટનો વધારો નોંધાયાનું સિંચાઇના કન્ટ્રોલ રૂમે ઉમેર્યુ હતું.

(12:49 pm IST)