Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સોમનાથ દરીયાની રેતી કાઢવાના ટેન્ડરમાં શરતોનો ભંગ : ૧ કીલો મીટરની જગ્યાએ ૬ કીલો મીટર દુર ડુંગર જેટલા રેતીના ઢગલા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: સોમનાથ દરીયાકિનારે દરીયાની રેતી પાળામાં ભેગી થઈ જતા ક્ષાર અંકુશ વિભાગ દ્રારા લાખો રૂપીયાનું ટેન્ડર બહાર પાડેલ આ રેતીને દરીયાના એક કીલો મીટર વિસ્તારમાં નાખવા માટે શરતો રખાયેલ હતી તેના બદલે આ રેતીના ટનબંધ ખુલ્લેઆમ ટ્રેકટર, ટ્રકોમાં છ કીલો મીટર દુર બાયપાસ રોડ ઉપર ડુંગર જેવડા ઢગલાઓ કરાયેલ છે જેથી દરીયાકાંઠે પાણી રોકતા આ રેતી મોટા પ્રમાણમાં કાઢી નખાતા ચોમાસામાં દરીયાનું પાણી બહાર આવવાની ભીતી સર્જાયેલ છે.

સોમનાથ દરીયાકાંઠે દરીયાનું ખારૂપાણી નદીમાં ન જાય તે માટે મોટો પાળો બનાવવામાં આવેલ છે મોજાથી રેતી પાળા પાસે ખુબજ મોટા પ્રમાણ ભેગી થયેલ હતી જેથી ક્ષાર અંકુશ વિભાગ દ્રારા લાખો રૂપીયાનો કોન્ટ્રાકટ અપાયેલ હતો તેમાં શરતો રખાયેલ હતી કે દરીયાની રેતી દરીયાઈ વિસ્તારમાં દરીયાકિનારે એક કીલો મીટરના અંતરમાં નાખવાની તેમ છતા આ દરીયાની રેતી ટનબંધ ખુલ્લેઆમ છ કીલો મીટર દુર બાયપાસ રોડ ઉપર એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે અને ત્યાં દરીયાની રેતીના મોટા ડુંગરો જેટલા ઢગલા થયેલા છે.

સોમનાથ દરીયાકિનારે થી છ કીલોમીટર વધારે વિસ્તારમાં આ રેતી ટ્રેકટરો,ટ્રક દ્રારા રાત્રીના સમયે લઈ જવામાં આવે છે પોલીસ ચોકીની સામે તેમજ જયાંથી પસાર થાય છે ત્યાં પોલીસ એસ.આર.પી, સોમનાથ સીકયુરીટીની બે ચેક પોસ્ટ છે તેમજ સીસીટીવી કેમેરા પણ લગાડેલ છે ત્યાંથી લઈ જવામાં આવે છે.

ક્ષાર અંકુશ વિભાગ ના અધિકારીઓએ જણાવેલ હતું કે દરીયાની રેતી ફકત દરીયા કિનારે એક કીલો મીટર વિસ્તારમાં નાખવાની છે તેવું ટેન્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તેમ છતા આ રેતી દરીયા માંથી કાંઢી છ કીલોમીટર દુર બાયપાસ ઉપર ટનબંધ રેતી નખાયેલ છે તેવી ફરીયાદોમળેલ છે પણ હજુ સુધી ક્ષારઅંકુશ વિભાગ દ્રારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવલ ન હોય તેમજ જીલ્લા કલેકટર,એસ.પી,ખાણ ખનીજ વિભાગે તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

કોંગ્રેસના પુર્વ પ્રમુખ દીનેશ રાયઠઠા તેમજ દરીયા કિનારે નજરે જોનારાઓ જયાંથી ટ્રેકટરો, ટ્રકો પસાર થાય છે તે વિસ્તારના દુકાનદારો ખુલ્લેઆમ આક્ષેપ કરેલ છે આટલા મોટા પ્રમાણમાં દરીયાની રેતી ખુલ્લેઆમ લઈ જવાથી હોય ચોરી થતી હોય તેમ છતા તંત્ર દ્રારા કોઈપણ પગલા લેવાયેલ ન હોય દરીયાની રેતીનો ભાવ રૂ.૧૦ થી ૧પ હજાર ટે્રકટર અને ટ્રકના છે આટલા દિવસોમાં ટન બંધ દરીયાની રેતી વેચાયેલ હોય તેમજ ભેગી કરાયેલ હોય જેથી આવતા દિવસોમાં ચોમાસામાં દરીયાનું ખારૂપાણી બહાર આવવાની ભીતી સર્જાયેલ છે તેમજ તાજેતરમાં રાજય સરકારે એક અબજના ખર્ચે દરીયાનું ખારૂ પાણી શહેર તથા ખેતીવાડીમાં પ્રવેશે નહી તે માટે મોટો કાર્યક્રમ હાથ ધરાયેલ છે તો રાજય સરકારે પણ સોમનાથ દરીયા કિનારે હજારો યાત્રીકોની સામે દરીયાની રેતી લઈ જવાતી હોય તેની ઉચ્ચકક્ષાએથી તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

ગાયને ઉઠાવી જવાઇ

ધમધમતા ભાવના સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલપુરી જીતેન્દ્રપુરી ગૌસ્વામીના ડેલાની બહાર મઘ્યરાત્રીએ પાંચ જેટલા શખ્સો જેમાં ત્રણ મોટરસાઈકલમા  તેમજ બે પગપાળા આવેલ હતા તેને ડેલાની બહાર ગાય બાંધેલ હતી તે છોડીને લઈ ગયેલ હતા બે વાછરડાઓ સાવ નાના હોવાથી તેને ડેલામંા રાખેલ હતા તેથી તે બચી ગયેલ હતા પાંચ અજાણ્યા શખ્સો ગાયને લઈજતા હોય તેવું સીસીટીવીકેમેરામાં આવી જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે કરૂણા એ વાતની છે કે ગાયના બે વાછરડાઓ તેમની માતાનું દુધ ન મળતા તેમજ કયાંઈ જોવા ન મળતા ભારે આકં્રદ કરતા હતા આથી આજુ બાજુ રહેતા રહેવાસીઓ પણ આ વાછરડાઓના આક્રંદ તેમના આસુંઓ રોકી શકેલ ન હતા પોલીસમાં રજુઆત કરેલ છે કે તાત્કાલીક ગાયને શોધી આપવા માંગ કરેલ છે.

(12:52 pm IST)