Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કચ્‍છમાં આગાહી પ્રમાણે હજી ગાજ્‍યા મેઘ વરસતા નથી : છૂટો છવાયો પોણા ઇંચથી બે ઇંચ વરસાદ

ભચાઉમાં બે ઇંચ, માંડવી દોઢ, ભુજ, નખત્રાણા, મુન્‍દ્રા ૧ ઇંચ, અંજાર, ગાંધીધામમાં પોણો ઇંચ, લખપત, રાપર કોરા ધાકોડ, અબડાસામાં ઝરમર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : ભારે આગાહી વચ્‍ચે કચ્‍છમાં ગરમી અને બફારો હોવા છતાંયે ગાજયા મેઘ વરસ્‍યા નથી. જોકે,ᅠ છૂટા છવાયા વરસાદ સાથે કચ્‍છમાં હાજરી પુરાવી મેઘરાજાએ વરસાદની આશાને જીવંત રાખી છે.
કચ્‍છમાં ૧૦ પૈકી ૭ તાલુકામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ છે. જેમાં ભચાઉમાં બે ઈંચ, માંડવી દોઢ ઈંચ જયારે ભુજ, નખત્રાણા અને મુન્‍દ્રામાં એક ઈંચ, અંજાર, ગાંધીધામમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્‍ય ત્રણ તાલુકાઓ પૈકી અબડાસામાં ઝરમર ઝરમર વરસાદ છે. તો, લખપત અને રાપર કોરા ધાકોડ રહ્યા છે.
હજીયે વરસાદની આગાહી છે, માહોલ પણ વરસાદી છે, ત્‍યારે કચ્‍છમાં મેઘરાજા મહેર કરે એવું લોકો ઝંખી રહ્યા છે.

 

(11:07 am IST)