Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વઢવાણમાં બે માસથી ફરાર લૂંટનો આરોપી ઝડપાયો

વઢવાણ : સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ અધિક એચ.પી.દોશીના માર્ગદર્શન મુજબ વઢવાણ પો.સ્ટે. ગુર. નં. ૧૧૨૧૧૦૫૫૨૧૦૪૮૭/૨૦૨૧ આઇપીસી કલમ ૩૯૨, ૫૦૬ (૨), ૧૧૪ મુજબના કામોનો આરોપી ભવાનીસિંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા મોરી તથા આરોપી કરણ ઉર્ફે બુધી ખુશાલભાઇ મોરી રહે બન્ને લાખુપોળ લીમલી પા. તા. વઢવાણ વાળાઓએ ગઇ તા. ૭/૭/૨૦૨૧ના રોજ ફરિયાદી તથા સાહેદના લમણે નાની રીવોલ્વર જેવું લાઇટર મુકી ફરીના રૂ. ૨૦,૫૫,૦૦૦ની લુંટ કરી નાશી ગયેલ હોય જે બન્ને આરોપી છેલ્લા ૨ માસથી નાશતા ફરતા હોય જે હ્યુમન સોર્સ ટેકનીકલ સોર્સની મદદ મેળવી આરોપીની હકીકત મેળવી લુંટમાં ગયેલ રૂપિયા પૈકી રૂ. ૧૪,૮૪,૯૦૦ તથા રીવોલ્વર જેવું લાયટર કબ્જે લુંટનો બાકીનો મુદ્દામાલ રૂપિફા રિકવર કરવા ધોરણસર કાર્યવાહી ચાલુ છે. આ કામગીરીમાં (૧) ડી.ડી.ચુડાસમા પો.સબ.ઇન્ઇ. (૨) વિનોદભાઇ પિતામ્કર એ.એસ.આઇ. (૩) પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ (૪) રવિન્દ્રસિંહ જેમુભા (૫) કરણસિંહ રાયસંગભાઇ (૬) વિજયસિંહ માલાભાઇ રથવી (૭) ગિરીરાજસિંહ ઉદેસિંહ રોકાયા છે.

(11:50 am IST)