Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ધોરાજીનાં ભાદર-રનાં ૧૦ પાટીયા ખોલાયા

(કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા., ૧૪: ધોરાજી છેલ્લા ર૪ કલાકથી વધારે સમયમાં મેઘરાજાએ મન મુકીને વરસતા નાના મોટા ચેક ડેમો છલકાયા હતા અને ભાદર-રના ૧૦ પાટીયા ખોલેલ હતા અને ફોફળ ડેમ ઓવરફલો બાદ પાણીની આવક વધતા ડેમ સાઇટ હાઇ એલર્ટ થયેલ. આ બનાવ બાદ ડે. કલેકટર મીયાણી, મામલતદાર જોલપરા, પોલીસ અને અધિકારીઓ ડેમ સાઇટ પર જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ અને ડે. કલેકટર મીયાણી મામલતદાર સહીતના અધિકારીઓએ ધોરાજી ભાદર-ર ડેમ સાઇટ અને ભોળાના પાટીયા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારોની મુલાકાત લઇ જરુરી સુચનાઓ આપેલ હતી. ધોરાજી પંથકમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયેલ છે. આ અંગે તંત્ર દ્વારા રોડ રસ્તાઓ રીપેરીંગ અંગે કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

(12:00 pm IST)