Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવતા બોઘરા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ : ગુજરાત ના ૧૭ મા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ દ્યાટલોડિયા ના ધારાસભ્ય અને સરદાર ધામ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભુપેન્દ્ર પટેલ બિરાજમાન થતા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ કે બોઘરા એ આવકાર સાથે ગુજરાતની વણથંભી વિકાસયાત્રા ને બુલેટ ટ્રેન માફક આગળ ધપાવવા આત્મનિર્ભર ભારત ની નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ગુજરાતમાં રોકેટ ગતિએ આગળ ધપાવા આમતા ગુજરાતનું નામ દેશમાં મોખરે છે તેને વિશ્વ કક્ષાએ તારલાની જેમ ચમકતુ કરે શુભકામનાઓ પાઠવી હતી ડોકટર ભરતભાઇ  બોદ્યરા એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન ખૂબ સુપેરે આગળ ધપાવી અને અનેક પ્રજાલક્ષી નિર્ણયો કર્યા તે માફક ગુજરાત ની વિકાસગાથા ને બુલેટ ટ્રેનની માફક દોડાવવા અને અકલ્પનીય પ્રજાલક્ષી નિર્ણયો કરછા તેવી અંતરની અભીલાસા  પાઠવી હતી.

(12:01 pm IST)