Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કચ્છમા અદાણી સ્કિલ ડેવ.ના ૫૯ પૈકી ૪૫ આસી.નર્સિંગ તાલીમાર્થીઓને મળી રોજગારી

વર્ષ ૨૦૧૯-૨૦ બેચને ૭૫ ટકા સફળતા : વધુ એક બેચનો પ્રારંભ

ભૂજ તા.૧૪ : અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજ આયોજીત જનરલ ડયુટી આસી. જી.ડી.એ. (આસી નર્સ.)ની ૨૦૧૯-૨૦માં ઉતીર્ણ તાલીમાર્થીઓ પૈકી ૪૫ને કચ્છની જૂદી જૂદી હોસ્પિટલમાં ૪૫ તાલીમાર્થીઓને આસી.નર્સ તરીકે રોજગારી પ્રાપ્ત થતા સ્કિલ ડેવ. કાર્યક્રમને ૭૫ ટકા સફળતા મળી હતી એમ ભુજ ખાતે ૩૦ તાલીમાર્થીઓની શરૂ થયેલી વધુ એક આસી. નર્સીંગ તાલીમ અભ્યાસ કોર્ષના ઉદઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ.

જી.કે.જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં  આવેલા સ્કિલ ડેવલોપમેન્ટ કચેરી અંતર્ગત દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ મેડીકલ કોલેજના સભાખંડમાં આ વર્ષની બેચનું ઉદઘાટન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હનુમંતસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે, સ્કિલ ડેવલોપમેન્ટના માધ્યમથી વ્યકિતમાં રહેલી કોઇ એક વ્યવસાય પરત્વેની કુશળતાનો વિકાસ કરી વ્યવસાય કે રોજગારી પ્રાપ્ત થઇ શકે છે.

આ પ્રસંગે અદાણી મેડીકલ કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ એશોો ડીન ડો. એન.એન.ભાદરકા તથા ગ્રામ વિકાસ એજન્સીના લાઇવલીફૂડ મેનેજર ભાવિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં સ્કિલ ડેવલોપમેન્ટ ભુજના કો-ઓર્ડીનેટર સાગર કોટકે સ્વાગત કરતા સ્કિલ ડેવલોપમેન્ટ યોજનાની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કચ્છમાં સ્કિલ ડેવલોપમેન્ટ સફળતા તરફ અગ્રેસર છે. અહી ઉતીર્ણ તાલીમાર્થીઓને ચરણબધ્ધ વિવિધ સ્થળોએ ખાસ કરીને હોસ્પિટલમાં રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. પરિણામે આવા તાલીમી કાર્યક્રમોનો ઉત્સાહ બેવડાયો છે. વર્તમાન આસી.નર્સીંગ તાલીમાર્થીઓને કોમ્પ્યુટર, સ્પોકન ઇંગ્લીશ અને સોફટ સ્કિલની પણ તાલીમ આપવામાં આવશે.આ પ્રસંગે ગત બેચના ઉતીર્ણ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ. નવા તાલીમાર્થીઓને તાલીમ કીટ અગાઉના સફળ તાલીમાર્થીઓ મુરાભાઇ ધુવા, કાનજીભાઇ ફફલ તથા સાહિસ્તા ખોજાએ પ્રતિભાવ આપ્યા હતા. ટ્રેનર અસ્મિતા જેઠીએ આભારદર્શન અને માર્કેટીંગ એકઝીકયુટીવ નિરવ લેઉવાએ સંચાલન કર્યુ હતુ. તમામ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનો સ્ટાફ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:05 pm IST)