Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

લાંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનુ ખાતમુહુર્ત અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ

દેવભૂમી દ્વારકા તા.૧૪ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ખાતે સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે લાંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું ખાતમૂહર્ત અને સંસદસભ્ય પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી ફાળવેલ રૂપિયા ૧૦.૧૪ લાખની કિંમતની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને નાગરીકોને સમયસર આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બને તે મહત્વનું છે. રાજય સરકાર નાગરીકોને વિવિધ સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે વિવિધ વિકાસના કાર્યો કરવાની દિશામાં કાર્યરત છે તેમ જણવાવ્યું હતું.

છેવાડાના વિસ્તારના લોકોને સમયસર આરોગ્યની સુવિધા મળી રહે અને તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજય સરકાર દ્વારા ૧૮ પ્રકારના લેબોરેટરીના સી.બી.સી.ટેસ્ટ અને સારવાર, ૬ બેડ, નાના ઓપરેશન અને ડીલેવરીની સુવિધા, પોસ્ટમોર્ટમ, સગર્ભા અને નવજાત શીશુની તપાસની સુવિધા અને મશીનરી તથા ઓકિસજન કંસન્ટ્રેટરની સુવિધાનવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર –લાંબા ખાતે ઉપલબ્ધ બનાવાશે જેના થકી સ્થાનિકોને સમયસર સારવાર મળી રહશે તેમ પણ સાંસદશ્રીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે પહેલું સુખ તે જાતે નર્યા તેમ જણાવી કોરોનાની આ વિપરીત પરિસ્થિતિમાં નાગરીકોને વેકિશન લેવા અને કોરોના અન્વયે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ પોષણ આહાર થકી કુપોષણ મુકત ગુજરાતના અભિયાનને સફળ બનાવવા માટે સહભાગી થવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, આરોગ્ય સમિતિના ચેરમેનનથુભાઈ ચાવડા, કારોબારી ચેરમેન જગાભાઈ ચાવડા, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ નગાભાઈ ગાધેર, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયા, કલ્યાણપુર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો.અકીલેશ તિવારી, મેડીકલ ઓફિસર ર્ડો.ચાર્મીબેન બથીયા તથાવી.ડી.મોરી,કલ્યાણપુર ગ્રામ પંચાયત સરપંચ વિક્રમ ભાઈ બેલા, લાંબા ગામના આગેવાન મોટાભાઈ, તાલુકા પંચાયતના હોદ્દેદારો સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લાંબાનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(12:06 pm IST)