Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પોરબંદરમાં નીચાણવાળા વિસ્‍તારમાં તકેદારી સંદેશો આપતી પોલીસ

પોરબંદરઃ પોલીસ અધિક્ષકશ્રી રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા જીલ્લાના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ નીચાણવાળી જગ્‍યાઓ ઉપર કે જ્‍યાં વધુ વરસાદ પડવાથી પાણી ભરાઈ જતા હોય તેવી જગ્‍યાએ જઈ તકેદારીના પગલે સ્‍થાનિક લોકોને માહિતગાર કર્યા તેમજ દરીયાઈ વિસ્‍તારની આજુબાજુના સ્‍થાનિક મચ્‍છીમારોની અલગ અલગ ટીમો બનાવી તેઓને અતિવૃષ્‍ટિ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેની સમજ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું. તેમજ વધુ વરસાદના સમયમાં લોકોને બચાવ ટીમ તથા જીલ્લા હેલ્‍પપાઈન નં. ૧૦૭૦ તથા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. તકેદારી સંદેશો આપતી પોલીસની તસ્‍વીરો.

 

(12:06 pm IST)