Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સુર્યકાન્ત ભાઇ જોશીની વિદાયને દોઢ દાયકો થયો છતા લોકો યાદ કરે છેઃ પૂ. ભાઇશ્રી

જુનાગઢમાં 'અકિલા'ના પત્રકારની ૧૪ મી પુણ્યતીથીએ સંતો-મહંતો અને ધારાસભ્ય-મેયર સહીતનાએ પુષ્પાંજલી અર્પણ કરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૩: જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ. સુર્યકાન્તભાઇ જોષીની ૧૪ મી વાર્ષીક પુણ્યતીથી નિમીતે સાધુ સંતો અને આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

દોઢ દાયકો પુર્ણ થવા આવ્યો છતા પત્રકાર જગતમાં અમીર છાંપ યથાવત રહી છે. જુનાગઢ જીલ્લાના અકિલાના બ્યુરો ચીફ અને અખબારી જગતના તરવરીયા અને ઉત્સાહી યુવા પત્રકાર સુર્યકાન્તભાઇ જોષીની સમાચારો મેળવવા માટે અલગ જ માસ્ટરી ધરાવતા રાષ્ટ્રપતિ એવોર્ડવિજેતા પોલીસ અધિકારીશ્રી શિવલાલભાઇ જોષી એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા તેના જયેષ્ઠ પુત્ર હોવાના નાતે પોલીસ ખાતામાં આઇપીએસ અધિકારીઓથી લઇ અન્ય કર્મચારી સાથે મૈત્રી ભાવ પુર્વકનો વ્યવહાર રાખી સમાચાર મેળવવામાં અન્ય અખબારો કરતા પણ મોખરે રહી સમાચારો પહેલા અકિલામાં પ્રસિધ્ધ થાય પછી જ અન્યમાં છપાતા.

સુર્યકાન્તભાઇએ ૧૯૮રમાં અખબારી ક્ષેત્રમાં પગ મુકી અખબારી યાદી પહોંચાડવાની કામગીરીથી પ્રારંભ કર્યો હતો.

આ ક્ષેત્રે તેઓની ધગશ અને ઉત્સાહથી પ્રેરાઇ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાએ સુર્યકાન્ત જોષીને રાજકોટ બોલાવી અકિલા પ્રેસમાં દશેક માસ તાલીમ આપી ત્યાર બાદ જુનાગઢ જીલ્લાના પ્રતિનિધિની જવાબદારી શીરે આવતા કૌશલ્યના દર્શન કરાવવા માટે સાયકલ ઉપર તમામ પોલીસ મથકોએ રૂબરૂ પહોંચી ઘટનાઓના તલસ્પર્શી અહેવાલો મેળવી અકિલામાં જાગૃત પત્રકાર તરીકે પ્રતિભા ઉભી કરી હતી. પિતા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ પરીવારના નાતે પોલીસ તંત્રના રીપોટીંગ ક્ષેત્રે અગ્રસ્થાને રહયા હતા અને ટુંકા ગાળામાં અનોખી નામના મેળવી હતી. અકિલાના પાને પાને સુર્યકાન્ત જોષી નામ ન હોય તેવો દિવસ તેમણે આવવા દીધો ન હતો.

સતત નવા સમાચારો આપતા રહેતા અને સોરઠ અખબારી ક્ષેત્રમાં પોલીસ પત્રકાર તરીકે છાંપ ઉભી કરી હતી અને ગુજરાત પોલીસ ઉપરાંત જાહેર જીવનના આગેવાનો કાર્યક્રરો સુર્યકાન્ત જોષીથી અજાણ નહોતા.

નાની વયે અખબારી માધ્યમ અકિલાના બેનર હેઠળ મોટી નામના મેળવી હતી અને આજથી ૧૪ વર્ષ પહેલા કમળાની બીમારીથી રાજકોટ ખાતે સારવાર દરમ્યાન સુર્યકાન્ત જોષીએ ૪૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાયને આજે દોઢ દાયકો થવા જઇ રહયા છે. છતા પત્રકાર જગતમાં તેઓની છાંપ અમીટ છે. જાહેર કાર્યક્રમોમાં અધિકારીઓ પદાધિકારીઓ સાધુ સંતો આજે પણ તેઓને યાદ કરી રહયા છે.

ગઇકાલે તા. ૧ર સપ્ટેમ્બરના રોજ સુર્યકાન્ત ભાઇ જોશીની ૧૪ મી વાર્ષિક પુણ્યતીથી નીમીતે સોશ્યલ મીડીયાના માધ્યમથી સાધુ સંતો અને આગેવાનો ફેશબુકના લાઇવ કાર્યક્રમમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં રાષ્ટ્રીય સંત અને પ્રખર ભાગવતાચાર્ય શુકદેવજી સ્વરૂપ પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે સૌને જયશ્રીકૃષ્ણ પત્રકારીતાએ લોકશાહીનો ચોથો અને મજબુત અને મહત્વનો આધાર સ્તંભ છે. આપણા પત્રકારો એમની જાગૃતી એમની લેખણીએ લોકશાહીને સ્વસ્થ અને મજબુત રાખે છે. સ્વ.સુર્યકાન્તભાઇ જોષી એક એવાજ પત્રકાર હતા. ૧૪ મી પુણ્યતીથી પ્રસ઼ગે આજે દોઢ દાયકા થવા આવ્યો છતા તેમની સ્મૃતી એટલી જ મજબુત છે. એમના પગલે પગલે તેમના લઘબંધુ વિનુભાઇ જોષી એ જ પત્રીકાના ધર્મને સારી રીતે બજાવી રહયા છે. આજે ૧૪ મી પુણ્યતીથીએ સ્વર્ગસ્થ સુર્યકાન્તભાઇ જોષીની દિવ્ય ચેતના માટે ભગવાન શ્રી હરીને પ્રાર્થના અને એમનો એ પત્રકારીતાનો ધર્મ પત્રકારીતાના ક્ષેત્રમાં રહેલા સૌને પ્રેરણા આપતો રહે તેવી ભગવાનશ્રી હરીને પ્રાર્થના જયશ્રીકૃષ્ણ.

અખીલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને શ્રી પંચઅગ્નિ અખાડાના સભાપતી પુ. મુકતાનંદજી બાપુએ જણાવ્યું હતું કે સુર્યકાન્તભાઇ જોષી એક એવા ઉત્સાહી યુવાન હતા એમને જીવનમાં કાંઇક કરી છુટવાની તમન્ના હતી. નાનપણમાં અમારા સહયોગમાં અને અમે સાથે જ સરસઇની અંદર હતા એનો લાગણીશીલ સ્વભાવ એની સમજણ કામ કરવાની પધ્ધતી મેનેજમેન્ટ ખુબ સારૂ પણ ઇશ્વરને જે વસ્તુ મંજુર એ આપણે સ્વીકારવાનું કારણ કે આ મૃત્યુલોક છે યુવા અવસ્થામાં તેમનું અવસાન થયું આજે ૧૪ વર્ષ પુરા થયા તેમની ૧૪ મી પુણ્યતીથી નિમિતે તેમના આત્માને શાંતી પ્રાપ્ત થાય અને તેમના પગલે તેમના નાનાભાઇ વિનુભાઇ જોષી પત્રકારીત્વનો અને કુટુંબની જવાબદારી નિભાવી રહયા છે. એમની ખોટ તો કામય રહેવાની પણ તેમની સ્મૃતિ કાયમ અટલ રહેશે. પ્રભુએ દિવ્ય ચેતનાને શાંતિ આપે એ જ પ્રાર્થના હરી ઓમ.

શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી મહંત પુ.ઇન્દ્રભારતીજી મહારાજે જણાવ્યું હતું કે સુર્યકાન્તભાઇ જોષીને આજે ૧૪ મી પુણ્યતીથીએ શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું અને સ્પષ્ટ વકતા અને નિડર પત્રકાર જેની અંદર  કોઇ જાતનો ડર જ નહોતો. સ્પષ્ટવકતા પત્રકાર કથાકાર સાહિત્યકાર આ બધા સ્પષ્ટવકતા હશે તો આ દેશની અંદર લોકશાહીનો દેશ છે. આવા સુર્યકાન્તભાઇ જેવા પત્રકાર જે એની લેખણી હતી તેની અંદર ડર નામની ચીજ ન હતી. તેણે કરેલ કાર્યો પત્રકારોની અંદર જે આજે વંદનીય છે. આજે નિધન પછી સમાજ યાદ કરે છે આજે સાધુ સંતોએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા છે તો હું પણ તેઓને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું.

ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ.જેન્તિરામ બાપાએ જણાવ્યું હતું કે આજે અમારા આત્મસ્નેહી અમારા વ્હાલ સોયા એવા પત્રકાર તરીકે સૂર્યકાન્તભાઇ જોષી જુનાગઢમાં પત્રકાર તરીકે ખુબ જ સ્થાન નિભાવ્યું છે સંતો ભકતો સાથે આદરભાવ રાખ્યો છે. સૂર્યકાન્તભાઇ અમારા ઘરના સભ્ય આજે તેમની સ્મૃતિમાં બે શબ્દ પ્રાર્થના એકદમ શુધ્ધ અને નિખાલસ હૃદયના તેણે આખા પરિવારને ખુબ સરસ પ્રેમ કર્યો છે આજે તેમના લઘુબધુ વિનુભાઇ જોષી અમારા ભકત એણે પણ સૂર્યકાન્તભાઇના પગલે અકિલા બ્યુરોમાં ફરજ બજાવે છે. આજે સૂર્યકાન્તભાઇને હૃદયપૂર્વક સદગુરૂ ચરણમાં રહી પ્રાર્થના કરીએ એ આત્મા જયા હોય ત્યાં આનંદમય પ્રેમમય સૂખમય હોય તેવી પ્રાર્થના સાથે જયસદગુરૂ સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત પૂ. વિજયબાપુ એ જણાવ્યું હતું કે સ્વ. સૂર્યકાન્તભાઇ જોષીની ૧૪ મી પુણ્યતિથી નિમિતે ભગવાનને પ્રાર્થના કરીએ કે સમગ્ર જોશી પરિવારને સૂર્યકાન્તભાઇ જેવા વિચારો મળે એના જેવી કાર્ય પધ્ધતિ મળે આપની કુટુબ વ્યવસ્યા જળવાય રહી પરિવાર ખૂબ નિરોગી સનાતનવાદી માનવતાવાદી જીવન જીવે અને પત્રકાર જગતમાં જે સૂર્યકાન્તભાઇ જોષીએ નામના મેળવી છે તેવી જ નામના તેમના લઘુબંધ વિનુભાઇ જોષી મેળવે અને પરમાત્મા સ્વ. સૂર્યકાન્તભાઇની દિવ્ય ચેતનાને શાંતિ અને આનંદમય રાખે તેવી પ્રાર્થના સાથે જય આપા ગીગા.

મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પૂ. સુખરામદાસબાપુએ જણાવ્યુ હતું કે આજે એક દિવ્ય આત્માની ૧૪ મી પુણ્યતિથી છે એવા સૂર્યકાન્તભાઇ જોષી એક પવિત્ર આત્માને વંદન કરું છું. ભગવાનના સાનિધ્યમાં રામ ચરણમાં સ્થાન મળે તેમના લઘુબંધુ વિનુભાઇ જોષી સૂર્યકાન્તભાઇને રામ માનતા અને તેમણે લક્ષ્મણની જેમાં પરિવારની સમાજની સંતોની સેવા કરે છે આજે બધા સંતો આવા દિવ્ય આત્માને શ્રધ્ધાંજલી આપે છે.

સૂર્ય મંદિરના મહામંડલેશ્વર જગજીવનદાસબાપુએ જણાવ્યું હતું કે સૂર્યકાન્તભાઇ જોષીનો અમારી સંસ્થા સાથે અનેરો નાતો હતો તેમણે પત્રકાર કારકીર્દીની શરૂઆત સૂર્ય મંદિરથી શરૂ કરી એ દિવસો આજે પણ મને યાદ છે અને અમારા દરેક કાર્યમાં સૂર્યકાન્તભાઇની જેમ વિનુભાઇ જોષી પણ સહયોગ આપી રહ્યા છે. સ્વ. સૂર્યકાન્તભાઇને આજે હૃદયના ભાવથી શ્રધ્ધા સુમન અર્પણ કરું છું.

આ ઓનલાઇન શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ ધારાસભ્ય ભીખાભાઇ જોષી માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ ડો. ડી. પી. ચિખલીયા, પૂર્વ ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, લિોયો રિસોર્ટના વિપુલભાઇ કોટેચા સહિતના એ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

અને આ શ્રધ્ધાંજલીના કાર્યક્રમમાં સૂર્યકાન્તભાઇ જોષીના ધર્મપત્નિ ગીરાબેન જોષી, પુત્રી ઋુષિતા તથા જમાઇ મહેશકુમાર ઘનશ્યામભાઇ જોષી (સાઉદી અરેબીયા) પુત્ર અભિષેક તેમજ વિરલ જોશી (ન્યુઝીલેન્ડ) અને મોટાબેન મધુબેન  દિનેશકુમાર તેરૈયા, તેમજ ભુમિકાબેન શ્રેયાંક દિલીપભાઇ વ્યાસ સહિતનાએ પણ સ્વ. સૂર્યકાન્ભાઇ જોષીને યાદ કરી ભાવાંજલી અર્પણ કરી હતી. તેમજ કાલીઘેલી ભાષામાં ચિ. રિવા તેરૈયા તથા સ્વરા વ્યાસ એ પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

(1:22 pm IST)