Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરમાં ર ભાઇઓ માછીમારી માટે ગયા બાદ લાપતા

ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ પરિવારજનોની મુલાકાત લીધી : દિવાલો : વૃક્ષો ધરાશાયી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ગઇકાલે ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ત્યારે વોર્ડ નં. ૧ના  બે સગાભાઇઓ યુનુસભાઇ કક્કલ અને હનિફભાઇ કક્કલ માછીમારી માટે દરિયાના વહેણ પાસે ગયા બાદ લાપતા થતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતનાએ માછીમાર પરિવારની મુલાકાત લીધી હતી.

જામનગરના ધુતાપરની નદી આવવાથી આજુબાજુ માં ભારે નુકશાન થયું છે. ધુડશીયા પાસેનો વોડીસંગ ડેમ પણ ઓવરફ્લો થતા નદીનાળા છલકાઈ જતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. અને આ વરસાદી પાણીથી મોટી તારાજી સર્જાઈ છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ધુડશીયા ગામમાં વરસાદી તારાજી ના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે અને દિવાલો અને વૃક્ષો ધરાસાઈ થયા છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી તેમજ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ તકે મંત્રીશ્રી સાથે મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપન પરમાર સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, જામનગરના પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ધાચીની ખડકી વિસ્તારમાં જળ હોનારતને લઈને ભારે તારાજી થઈ છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર સહિતના અગ્રણીઓ લોકો સમક્ષ પહોંચી જરૂરી મદદ લાગ્યા છે.(તસ્વીરોઃકિંજલ કારસરીયા જામનગર)

(1:23 pm IST)