Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ફલ્લામાં ૧૪ ઇંચ

ફલ્લા તા.૧૪ : ફલ્લા ગામે રવિ - સોમ બે દિવસમાં સતર ઇંચ વરસાદ નોંધાયો છે. ફલ્લા પાસેનો ફતેવડી ડેમ ઓવરફલો થયો છે.મોટીબાણુગારમાં  ૧પ તથા જામવણથલીમાં પણ બાર ઇંચ  વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદી નાળા તથા ચેકડેમો છલકાઇ ગયા છે. મોટીબાણુગારમાં પ્લોટ વિસ્તાર  તથા દુકાનોમાં  ૪ થી પ ફૂટ પાણી ભરાયા હતા. સોવલ પાસેના ટોલનાકા પાસે વાહનોના થપ્પા લાગ્યા હતા. હાઇવે બંધ થઇ ગયો હતો.

આજે વહેલી સવારે ફલ્લામાં કંકાવટી ડેમના  દસેક દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા તથા ફલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં ૧૪ ઇંચ તથા રવિ સોમ બે દિવસમાં ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. મોટીબાણુગાર, નાની બાણુગાર, રામપર, ફલ્લા વિસ્તાર તથા જામવણથલી વિસ્તારમાં અનેક વાહનો રસ્તાબંધ હોવાને કારણે ફસાયા હતા. અલીયાબાડા ગામ ફરતે પાણી  ફરી વળ્યા હતા. 

(1:25 pm IST)