Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પાણી ફરી વળતા આજી નદીનો પુલ હચમચી ગયોઃ ધ્રોલથી ટંકારાનો વાહન વ્યવહાર બંધ

ધ્રોલ તા.૧૪ : સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ સુધી અતી ભારે વરસાદને કારણે નદી, નાળા તથા ડેમો ભરાઇને ઓવરફલો થઇ ગયેલા છે. તે મુજબ આજી નદી ઉપરના ડેમો પણ ઓવરફલો થતા આજી -ર અને ૩ માંથી છોડવામાં આવેલા. પાણી તથા નદીઓનાપુરના પાણીને કારણે આજી નદીમાં આવેલ ઘોડાપુરને કારણે આ પુરના પાણી ધ્રોલ-ટંકારા હાઇવે રોડ પર આવેલા. આજી નદીના પુલ ઉપરથી પાણી પહોંચી અને તેના ઉપરથી, પુરતો પ્રવાહ વહેતો થયેલ જેના કારણે આ પુલ જર્જરીત થઇ ગયેલ હોઇને તંત્ર તરફથી આજથી આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે આ પુલ ઉપરથી ફોરવીલ કે હેવી વાહનો માટે બંધ કરવામાં આવેલ છે માત્ર ટુ વ્હીલર માટે ચાલુ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે

(1:25 pm IST)