Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હાપા-રાજકોટ સેકશનમાં ૬ સ્થળે રેલ્વે પાટાઓનું ધોવાણઃ ટ્રેનો રદ

ભારે વરસાદથી હાપા-રાજકોટ સેકશનમાં છ સ્થળે રેલ્વે પાટાઓનું ધોવાણ થતા ૧૦ ટ્રેનો કેન્સલ, ડાયવર્ટ  કે રદ કરવી પડી છે. પાણીના ભયાનક વહેણના કારણે અલીયાબાડા અને જામવણંથલી સેકશનમાં નુકશાન થયું છે. અધિકારીઓએ કહ્યું કે ભારે વરસાદના કારણે આ સેકશન ર૦૦ મીટરના ટ્રેકમાં છ જગ્યાએ પાટા નીચેની જમીનનું ધોવાણ થવાથી નુકશાન થયું છે.

(1:26 pm IST)