Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ટંકારામાં ૩ાા ઇંચ મોબાઇલ ટાવર ઉપર વિજળી પડી : ડેમી-૧ ૭ર%, બંગાવડી ડેમ-૮૦% ભરાઇ ગયા : ધ્રોલ તરફનો માર્ગબંધ

ટંકારા, તા. ૧ ૪ : ટંકારામાં આજના દિવસના ૨૪કલાકમાં જોરદાર ૩ાા ઈંચ વરસાદ પડેલ છે. ટંકારા વિસ્તારમાં ચોમાસુ જોરદાર  જામ્યું છે મેઘરાજાની કૃપા વરસી રહેલ છે ગઈકાલે બે ઇંચ વરસાદ પડેલ. સોમવાર સવારના ૬ થી મંગળવાર સવારના ૬ સુધી માં ૮૮ મીલી મિટર, સાડાત્રણઈંચ વરસાદ પડેલ છે. સાંજના ૪ થી ૬ માં ૫૮ મીલીમીટર વરસાદ પડેલ છે. ટંકારા આજુબાજુના ઓટાળા સાવડી જબલપુર,કલ્યાણપુર વિગેરે ગામોમાં પણ જોરદાર વરસાદ પડેલ છે.

ટંકારાના ડેમી એક ડેમ મીતાણા ૭૨ટકા ભરાયેલ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભારે આવક ચાલું છે.  સત્તાવાળાઓ તરફથી ડેમી એક નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાં જણાવાયેલ છે.

બંગાવડી ડેમ પણ ૮૦ ટકા ભરાઇ ગયેલ છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવેલ છે.

સખપર ગામે  માતાજી નો તાવો કરતા કરવા ગયેલ માણસો  પાણીમાં ફસાયેલ  હતા.

હરિઓમ નગર ના મોબાઇલ ટાવર ઉપર વીજળી પડેલ છે.

ધ્રોલ જામનગર હાઈવે રોડ ખાખરા પાસે આવેલ બ્રિજ ઉપર પાણીની સપાટી ભયજનક પહોંચતા વાહનોની અવર જવર બંધ કરેલ છે ટંકારા થી  ધ્રોલ જામનગર જતો રોડ વાહનો માટે  બંધ કરેલ છે.

ટંકારા તાલુકા પંચાયત સામે આવે ઝુંપડપટ્ટી વિસ્તારનાં લોકોનું સ્થળાંતર કરાયેલ છે. 

(1:27 pm IST)