Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વેરાવળ સોમનાથ સુત્રાપાડામાં દોઢ થી બે ઈચ

વેરાવળ, તા.૧૪: વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહેલ છે છેલ્લા ર૪ કલાકમાં દોઢ થી બે ઈચ વરસાદ વરસેલ છે જીલ્લાના ચાર તાલુકામાં એક થી ચાર ઈચ વરસાદ પડેલ છે આ વરસાદ થી અનેક નદી નાળાઓમાં પુર આવેલા છે સરસ્વતી નદી માં પાણી આવી જતા પ્રાંચીનું માધવરાયજી મંદિર જળ મગ્ન થયેલ હતંુ.

વેરાવળ સોમનાથ સુત્રાપાડા ર૪ કલાક થી  વરસાદ ધીમીધારે વરસાદ વરસી રહયો છે છેલ્લા ર૪ કલાક માં વેરાવળ ૪૯ મીમી બે ઈચ,સુત્રાપાડા માં ૩પ મીમી દોઢ ઈચ વરસાદ વરસેલ છે ઉપર વાસમાં ભારે પાણી હોવાથી હીરણ – ર માં ભરપુર પાણી આવેલ છે સરસ્તવી નદી માં પુર આવતા પ્રાંચી માધવરાયજી મંદિર જળ મગ્ન  થયેલ હતું.

વેરાવળ શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ હતું સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગોઠણડુબ પાણીભરાઈ જતા લોકો ભારે હાલાકી નો સામનો કરવો પડેુેલ હતો.

    જીલ્લાના ઉના ર૬ મીમી,કોડીનાર ૩ર મીમી,ગીરગઢડા ૩પ મીમી,તાલાલા ૯૪ મીમી વરસાદ પડેલ હતો.

જુગાર રમતા ઝડપાયા

ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ.  એચ.બી.મુસાર તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા કમલેશભાઇ અરજણભાઇ તથા હીરેનભાઇ કિશોરભાઇ તથા કરણસીંહ બાબુભાઇ તથા ડ્રા. પો. કોન્સ. નિતેશભાઇ રૈયાભાઇ પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન વેરાવળ કોમર્શીયલ બીલ્ડીંગ ખાતે તેમજ વેરાવળ કોમ્યુનીટી હોલ સામે આવેલ આવાસ યોજનાના ખુલ્લા ડેલામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવા અંગેની હકીકતો મળેલ જે આધારે ખારવાવાડ, કોર્મશિયલ બિલ્ડીંગ પાસે બાલાજી ખાતે જાહેરમાં જુગાર રમતા ઇસમો (૧) ચીમનભાઇ પ્રેમજીભાઇ વધાવી (૨) હરસુખભાઇ ચુનીલાલ વાંદરવાલા (૩)દિનેશ ઉર્ફે ડોળાળો રણછોડભાઇ ગોહેલ ૧૦,૦૭૦/ સાથે પકડી પાડેલ

તેમજ વેરાવળ, કોમ્યુનીટી હોલની સામે આવેલ આવાસ યોજનાના ડેલામાં જાહેરમાં જુગાર રમતા ઇસમો (૧)અશોકભાઇ ધનજીભાઇ ડાલકી (૨) પ્રભુદાસ ચુનીલાલ આગિયા (૩) પ્રેમભાઇ કીશોરભાઇ સોનૈયા હે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૧૪,૧૧૦/- તથા જુગારના સાહીત્યં સાથે પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ છે.

(1:28 pm IST)