Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઘેડના ગામોમાં ગોઠણડુબ પાણીઃ બામણાસામાં એનડીઆરએફની ટીમ મોકલાઇ

ઉપરવાસથી પાણીના મારથી મટીયાણાનો રસ્તો બંધઃ કાળવો નદીનાં પુલ પર પાણી શાપુરનો રસ્તો પણ બંધ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪ : અનરાધાર વરસાદથી ઘેડના ગામોમાં ગોઠણડુબ પાણી ભરાય જતા જળબંબાકાર સર્જાયેલ હોવાના અહેવાલ છે.

જુનાગઢ જિલ્લાનાં માણાવદર સહિતના વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે પણ આકાશમાંથીક ાચુ સોનુ વરસી રહયુ છે. તેમાં માણાવદર પાસેના ઘેડના ગામોની વિકટ સ્થિતિ છે. ઘેડના ગામોની સ્થિતિની જાત માહિતી મેળવતા પહોંચેલી ઇલેકટ્રોનીક મડીયાની ટીમે જણાવેલ મટીયાણા, માંડોદર, મીતડી સહિતના ઘેડના ગામોમાં ગોઠણડુબ પાણી હોવાની આ ગામોમાં  પહોંચવુ મુશ્કેલ બન્યુ છે.

ઉપરવાસથી પાણી ઘુસી જતા ઘેડના મોટાભાગના ગામોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાયેલ છે.

મટીયાણા ગામનો રસ્તો નદીમાં ફેરવાય ગયો છે. આ માર્ગ પર ગોઠણડુબ પાણી હોવાથી રસ્તા પરની અવર જવર બંધ થઇ છેઅને ગામના લોકો સંપર્ક વિહોણા થઇ ગયા છે.

આ જ પ્રમાણે કાળવો નદી પરના પુલ પરના ભારે વરસાદથીપાણી આવી જતા જુનાગઢ-શાપુરનો રસ્તો બંધ થઇ ગયો હતો.

દરમિયાન જુનાગઢ ડીઝાસ્ટર મેનેજમેન્ટના સુત્રોના જણાવ્યા મુજબ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામમાં અને આસપાસ વિસ્તારોની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે.

આ ઉપરાંત જુનાગઢ મનપા ફાયરબ્રીગેડની એક ટીમને કેશોદનાં બાલાગામ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

(1:29 pm IST)