Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જુનાગઢમાં ભારે વરસાદને પગલે કલેકટર સહિતના અધિકારી ભવનાથ દોડી ગયા

જુનાગઢ : જુનાગઢ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહયો છે. જેમાં ગિરનાર જંગલમાં ૧૦ ઇંચ જેટલો ધોધમાર વરસાદ આવતા દામોદરકુંડ સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ત્યારે વરસતા વરસાદ વચ્ચે  જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ તેમજ આસી. કલેકટરશ્રી અંકિત પન્નુ અનુ ડિઝાસ્ટર મામલતદાર તન્વીબેન ત્રિવેદી સહિત વહિવટી તંત્રના અધિકારી ભવનાથ દોડી ગયા હતા અને દામોદરકુંડ સહિતના સ્થળોએ પરિસ્થિતિ અંગે જાણકાર મેળવી હતી. ઉપરોકત તસ્વીરમાં પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરતા કલેકટરશ્રી રચિત રાજ અને પ્રાંત અધિકારીશ્રી અંકિત પન્નુ તેમજ ડિઝાસ્ટર મામલતદાર શ્રી તન્વીબેન ત્રિવેદી સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:32 pm IST)