Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારના ૪૦ હજાર નાગરીકો માટે લડતના મંડાણ કરતા કોંગ્રેસના નગરસેવક

વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ભરેલા પાણી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા કોંગ્રેસના નગરસેવક નજરે પડે છે (તસ્વીરઃ દિપક કક્કડઃ વેરાવળ)

વેરાવળ, તા.૧૪: વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર માં પ૦ થી વધારે સોસાયટીઓમાં ૪૦ હજારથી વધારે નાગરીકો વસે છે ત્યાં અનેક સમસ્યાઓ છે તેના માટે કોગે્રસના નગરસેવક દ્રારા ભર વરસાદે એક દિવસના પ્રતિક ઉપવાસના મંડાણ કરેલ હતા આખો દિવસ દરમ્યાન અનેકે છાવણીની મુલાકાત લીધેલ હતી પણ કોંગ્રેસના આગેવાનો, નગરસેવકો આ છાવણીમાં આવેલ ન હતા જેથી ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહેલ છે સૌને સાથ સૌને વિકાસ માં બાકીના નગરસેવકો જોડાયેલા હશે.

 વેરાવળ નગરપાલિકા વોર્ડ નં. પ ના નગરસેવક અફઝલ પંજા ભર વરસાદે એક દિવસ ના પ્રતિક ઉપવાસ ઉપર નગરપાલિકા કચેરી રોડ ઉપર બેઠા હતા તેમજે જણાવેલ હતું કે વરસાદના પાણીની સમસ્યા,સ્ટ્રીટ લાઈટો,ઠેર ઠેર ઉકરડાઓ,પીવાના પાણીની સમસ્યા, ગટરોની સમસ્યા વર્ષોથી છે અનેક વખત રજુઆત કરાયેલ છે કોઈ કામગીરી થતી નથી કોઈ જવાબ આપતું નથી ૪૦ હજારથી વધારે નાગરીકો આ વિસ્તારમાં વસે છે તે જાણેકે કોઈ અવાવરૂ કે ટાપુમાં વસતા હોય તેવો અહેસાસ થાય છે છાવણીની અનેક લોકોએ મુકલાત લીધી હતી પુર્વ કોંગ્રેસના પ્રમુખ દીનેશ રાયઠઠા ત્રણેક કલાક બેઠા હતા પણ શહેર પ્રમુખ દવેન્દ્ર મોતીવારસ, વિરોધ પક્ષના નેતા ગુલામહુસેન ખાન સહીતના કોંગ્રેસના ચુટાયેલા કોઈપણ નગરસેવકો લોકોની સમસ્યા માટે જોડાયેલ ન હતા સાથે જણાવેલ કે સમસ્યા હલ કરવા માટે કોંગ્રેસનાજ આગેવાનો કે નગરસેવકોને કામગીરી કરવી નથી જેથી વર્ષોથી કોંગ્રેસ સત્તા અળગી છે સોમનાથ વિસ્તારના ધારાસભ્ય કોંગ્રેસના હોય આખા શહેરમાં અનેક મુશ્કેલીઓ હોય તેને ઉજાગર કરવાની જવાબદારી તેમની મોટી હોય છે પણ અફસોસ છે કે આ કામગીરી થતી નથી.

નગરપાલિકા પ્રમુખ કે કોઈપણ અધિકારીઓએ આટલી મોટી સમસ્યા માટે કોઈ ગંભીરતા લીધી નથી આ વોર્ડમાં વર્ષોથી બિન હરીફ નગરસેવકો ચુંટાઈ છે આખો વિસ્તાર જુદો છે ભાજપ પક્ષને આ વિસ્તારમાંથી કયારેય મતો કે સીટો મળશે તેની અપેક્ષા નથી જેથી કામગીરી થતી ન હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ થયેલ છે.

(1:33 pm IST)