Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પોરબંદર જિલ્લાના ભાદર કાંઠા નીચાણવાળા વિસ્તારના ૧૭૯ લોકોનું સ્થળાંતર

કુતિયાણા પસે ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા તે તસ્વીર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૪:  જિલ્લામાંથી પસાર થતી ભાદર નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોમાં લોકોને એલર્ટ કરી નીચાણવાળા વિસ્તારના અંદાજે ૧૭૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પોરબંદર ડિઝાસ્ટર કંટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક શરૂ કરાયો છે. જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા દ્વારા સંબંધિત અધિકારીઓને સરકારની માર્ગદર્શિકા અનુસાર નદી પરના જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

 કુતિયાણાના પ્રાંત અધિકારી શ્રીના સંકલન હેઠળ કુતિયાણા તાલુકાના થેપડા ગામમાં ૪૦,

માંડવામા ૫,કાસાબડમાં ૧૦૫ લોકોને ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ગરેજમા ૨૧ અને ચિકાસામા ૮, રબારીકેડામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. ચૌટા સરાડીયા ગામ પાસે ભાદર નદીના પાણીને લીધે સલામતીના કારણોસર હાલ પૂરતો જુનાગઢ પોરબંદર નો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

(1:33 pm IST)