Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નોકરીની લાલચમાં જુનાગઢના યુવાને રૂ. ૬ લાખ ગુમાવ્યા

મહેસાણાના આખજના શખ્સ સામે ફરીયાદ

જુનાગઢ તા. ૧૪ :  ઘરે બેસીને નોકરી મેળવવાની લાલચમાં જુનાગઢના એક યુવાને રૂ.૬ લાખ ગુમાવતા મહેસાણાના આખજ ગામના શખ્સ સામે વિશ્વાસઘાતની ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં મોતીબાગ પાસે આવેલ મોતીપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા પુજાભાઇ કલ્પીતભાઇ  નાણાવટી ઉ.રપ) ની નીલ પટેલ રહે. હાલ યુએસએ કેન્ટ કી મુળ વતન મહેસાણા જિલ્લાના આખજ ગામના શખ્સ સાથે ટવીટર વેબસાઇટ ઉપર મુલાકાત થયેલ છે.

જેમાં નીલ પટેલે પુજનને તેમના ઘરે બેસીને નોકરી આપવાની લાલચ આપી હતી અને નોકરીનો ત્રણ મહિના ઓનલાઇન કોર્ષ કરાવેલ.

કોર્ષ કરાવ્યા બાદ અલગ અલગ વેબસાઇટમાં પુજન નાણાટવી પાસેથી ઓનલાઇન વારા ફરતી કુલ રૂ.૪,પ૩,ર૩૩ પડાવી લઇ તેમજ ત્રણ માસનો પગાર રૂ. દોઢ લાખ નહિ આપી કુલ રૂ. ૬,૦૩,ર૩૩ ની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ ગત રાત્રે પુજને કરતા સીડીવીઝનના પી.એસ.આઇ. જે. આર.વાજાએ તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)