Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોટા પાંચદેવડા-રપ, ખરેડીમાં ર૪ાા ઇંચ વરસાદ

જામનગર જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદથી ખાનાખરાબી સર્જાઇ

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર જીલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી સાથે ખાના ખરાબી સર્જાઇ છે. સૌથી વધુ વરસાદ કાલાવડના મોટા પાંચ દેવડામાં ર૪ ઇંચ તથા ખરેડીમાં સાડા ર૪ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત નવાગામમાં રર ઇંચ ભ. ભેરાજામા ૧૩ ઇંચ, મોટા વડાળામાં સાડા અગીયાર ઇંચ, નિકાવામાં ૧ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગર જીલ્લાના અલીયાબાડામાં ૧ર ઇંચ, મોટી બાણુગારમાં ૧૦ જામ વંથલીમાં ૯, ધુતારપુરમાં ૮ ઇંચ, વસઇમાં ૬ ઇંચ, લાખાબાવળ અને ફલ્લામાં સવા ત્રણ ઇંચ તથા દરેડમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

જોડીયા તાલુકાના પીઠડમાં ર ઇંચ, બાલંવા અને હડીયાણામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ધ્રોલ તાલુકાના લૈયારામાં સાડા ૪ ઇંચ, લતીપુરમાં ૪ ઇંચ અને જાલીયા દેવાણીયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફામાં સાડા ૧ર ઇંચ તથા પરડવામાં સાડા ૭ ઇંચ, શેઠ વડાળા, વાંસજાળીયા, ધનુડામાં ૭ ઇંચ વરસાદ પડયો છે. જયારે સમાણામાં ૧૩ ઇંચ વરસાદ ખાબકયો હતો.

લાલપુર તાલુકાના મોડાપરમાં પ ઇંચ, મોટા ખડાવામાં ૪ ઇંચ, પીપરતોળા પડાણામાં ૩ાા ઇંચ, તથા ભણગોર અને ડબાસંગમાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

(1:35 pm IST)