Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

બરડા ડુંગરમાં દેશી ઔષધીનો વિપુલ ભંડારઃ સંશોધનની જરૂર

ચોમાસામાં અનેક પ્રકારની ઔષધી ગુણ ધરાવતી જડ્ડીબુટ્ટી ઉગી નીકળે છેઃ બરડા ડુંગરની અનેક નિર્જન જગ્યા કે જે તપસ્વીની ભુમી ગણાય પરંતુ આવા સિધ્ધ વ્યકિતઓની જાણકારી મળતી નથીઃ ગીરનાર પછી વિસ્તાર, ઉંચાઇ અને વનરાઇ દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો બીજો નંબરનો બરડો ડુંગર

પોરબંદરઃ એકસો બાણુ (૧૯ર) ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ બરડા ડુંગરની હારમાળા અને આ ડુંગરોની વચ્ચેના વિસ્તારોમાં પોરબંદર અને આસપાસના વિસ્તારને પીવાનું અને ઉદ્યોગને પાણી પુરૂ પાડતા ખંભાળા, જળાશય ફોદારા જળાશય આવેલ છે. રાણશર, ઘોડાદ્રો, સાંકળજો, સુકાળા, તોરણીયા તળાવ પણ આવેલ છે. વન ખાતા તરફથી ર૦૦ બસો જેટલા ચેક ડેમો તલાવડીઓના લીધે બરડો ચોમાસા સિવાય પણ લીલોતરીથી ભરપુર જણાય છે

બરડાની હારમાળામાં આભપરો, કાનમેરો, વેણુમાલક તથા દીપડીયો વગેરે ડુંગરો આવેલા છે. આભપરા ઉપર તો વર્તમાન સમયમાં બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિના અર્વાચીન પ્રસિધ્ધ સિધધ સંત શ્રી ત્રિકમજી બાપુએ આધ્યાત્મીક સાધના કરેલ. તે જગ્યામાં દેરૂ પણ છે અને વિંધ્યવાસી માતાજીનું મંદિર છે.

ઘુમલી પાસે નવલખો સ્થાપત્યનો અજોડ નમુનો ધરાવતુ શિવાલય છે. ખંડેર હાલતમાં ડુંગર પર આશાપુરા માતાનું મંદિર છે. ત્યાંથી થોડા આગળ જતા ભૃગુ કુંડની જગ્યા આવેલી છે. અને ત્યાં વનરાજી સારા પ્રમાણમાં હોવાથી કુદરતનો ખોળો ખુંદતા મોર, પોપટ, બુલબુલ તથા અન્ય પક્ષીઓ જોવા મળે છે. ગિરના (પર્વત) પછી વિસ્તાર, ઉંચાઇ અને વૃક્ષરાજીમાં સૌરાષ્ટ્રમાં બરડો ડુંગર બીજા નંબરે આવે છે.

વર્તમાન સમયમાં બરડા ડુંગર બરડા અભ્યારણ સાકાર થતા સિંહ વનરાજને વસાવવા સાકાર કરાયેલ છે. જો કે સિંહ વનરાજનું અસ્તીત્વ એકસો વરસ પહેલા બરડા ડુંગરમાં હતુ કાળ ક્રમે સ્થળાંતર થઇ ગયેલ છે. છપનીયા દુષ્કાળમાં પાણી માટે સ્વયંમ સિંહ-વનરાજો સ્થળાંતર કરી ગીરના જંગલમાં ગીચ ઝાડીમાં પાણી મળી રહે તે  રીતે વસવાટ નદી કાંઠે તેમજ રહેવા માટે બોડ યાને ગુફા સાથે સલામતી ખોરાક મળી રહેતા ગીરમાં વસવાટ કરેલ છે તેવી રીતે બરડા ડુંગરમાં દિપડાની વસ્તી પણ હતી સમય  આંતરે દિપડો પણ નામશેષ અથવા સ્થળાંતર થઇ ગયેલ. બરડાનો દીપડો હદના નાનો પણ ઝનુની ગણાતો તેમજ તાકાતવર શકિતશાળી ગણાતો -ગણાય છે. શિકાર શોખીન રજવાડાઓ અન્ય શિકાર શોખીનો શિકાર માટે આવતા હતા. પોરબંદરના રાજવીના સમયમાં દિવાન સ્વ. બ્રિજપાલસિંહ દિપડાનો શિકાર કરવા ગયેલ. ખુંખાર દિપડાએ તેમનો હાથને નુકશાન કરેલ. કાપવો પડેલ તેઓ ઝનુની હતો. અંતે તે જ દિપડાનો શિકાર કરેલ. મસાલો ભરી પોતાના રહેણાંકમાં રાખેલ દિપડો બિલાડી કુળનું પ્રાણી છે.

વર્તમાન સમયમાં બરડા અભ્યારણ સાકાર થતા વનરાજસિંહનો પુનઃ વસવાટકરાવતા પહેલા તેમના ખોરાક માટે ચિતલ હરણા તુણભક્ષી પ્રાણીઓનો ઉચ્છેર કરવામાં આવેલ છે. હાલ સિંહ-સિંહણ પરીવારનો વસવાટ એકથી બે જોડીનો છે. બ્રિડીંગ સેન્ટરની વ્યવસ્થા છે. પોરબંદર જીલ્લામાં રાણાવાવ-કુતિયાણા તાલુકાના ખેત વિસ્તારમાં જંગલમાં હરણા તથા કાળીયાર પણ ત્યારથી છરોળા જોવામાં આવે છે. કાળીયારની વસ્તી જુજ સંખ્યામાં છેે. બરડા ડુંગરમાં ચિતલ સાથે હરણાનો ઉચ્છેર કરાયેલ છે. ચિતલ પણ હરણના વંશનું તેને મળતુ તુણભક્ષી પ્રાણી છે.

વર્તમાન પ્રારંભીક સ્થિતિ જાણકારી બાદ મહત્વની હકીકત જે સંશોધન તપાસ માંગે છે. ત્યાં સુધી પોરબંદરનો ઇતિહાસ અધુરો ગણાય છે અને બરડા ડુંગરમાં એવા કેટલાક નૈસર્ગીક સ્થાન સ્થળો વેરાન શાંત જગ્યાઓ આવેલ છે કે હજુ સુધી પ્રકાશમાં આવેલ નથી અજ્ઞાન રહેલ છે જે રીતે ગીરનાર પ્રાચીન ગણાય છે. અને શિર પર જગદંબા બેસણા અને અઘાષ્ઠી ગણાય છે અને ભવનાથ ચોરાસી સિધ્ધ ત્રિદેવ ગુરૂદતાત્રેય બેસણા છે સામે જમીયલા દાતાર બિરાજમાન છે. જૈેનોનું યાત્રાધામ પ્રથમ ટુંક પર જ જૈન દેરાસર શુશોભનીત આસપાસ વેરાન જંગલમાં તપસ્વી સાધુ અને સાધના કરતા તેમની ઉંમર વિષે પુરતી જાણકારી નથી. અશ્વસ્થામાં પણ વિચરે છે. તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ બિરાજમાન છે તે રીતે ખ્યાતી ધરાવે છે તેમનું સમકાલીન બરડો ડુંગર કદાચ તેથી પણ પુરાણો ગણાય છે. આ ડુંગરની ટેકરી સાચીયાની ખુંધ જેવી હોય જેથી બરડો નામ અપાયેલ હકો એક વાત પ્રસ્થાપીત કરે છે. બરડા ડુંગરનું અસ્તીત્વ રામાયણ કાળ પહેલાનું તો હોવું જોઇએ તે નક્કી કરડી કહી શકાય. કારણ પુરાવો રાણાવાવ તાલુકામાં જ રાણાવાવથી ઉતરે આદીત્યાણા જતા રોડ પર રાણાવાવથી રેલ્વે સ્ટેશનથી અંદાજીત ૩ કિ.મી. દૂર વર્તમાન રાણાવાવ સૌરાષ્ટ્ર સિમેન્ટ પ્રા.લી. ફેકટરી પાછળ આવેલ જાંબુવન ગુફા હૈયાત વર્તમાન પુરાવો છે. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ જાંબુવન સાથે યુદ્ધ કરી હરાવી તેમની પુત્રી જામવંતી સાથે લગ્ન કરેલ. ગુફા અંદર મહાદેવ બિરાજમાન છે. દરરોજ ગુફામાં ૧૦૮ શિવલીંગ સ્વયંભૂ બને છે. સાંજના સમયે શેષ થાય. આ ક્રમ ચાલુ છે. તેમજ મહાદેવ લીંગ ઉપર અવિરત જળાભિષેક થતો રહે છે.

મુખ્ય વાત એ છે કે, બરડા ડુંગરમાં કોઈ સિદ્ધ સંત કે ઉપાસક તપસ્વી જાણકારી અને તેના દર્શન માટે સંશોધન માંગે છે. જો કે એક પ્રચલીત દંતકથા છે. હનુમાનજીના માનસ પુત્ર જેઠવા વંશના મૂળ પુરૂષ - પૂર્વજ મકરધ્વજ મેળાપ થતો હોવાની દંતકથા પ્રચલીત બરડાડુંગરમા વસતા માલધારી પાસેથી જાણવા મળે છે. આંખની પાપણ લાંબી થઈ ગયેલ છે. હાથે ઉપાડવી પડે છે ત્યારે તે જોઈ શકે છે. શરીર કે વર્ણન અલૌકિક છે.

બરડાડુંગર બે વાઘની દંતકથા પ્રચલીત છે. આ વાઘ પણ જોવા મળે છે. કોઈ સિદ્ધ પુરૂષ હોવાનુ કહે છે પરંતુ ચોક્કસ કોઈ ઈતિહાસ જાણકારી પ્રાપ્ય મળતી નથી. દંતકથા છે જ્યારે રાણાવાવ સિમેન્ટ ફેકટરી પાછળ જાંબુવન ગુફાએ જતા પહેલા ભથવારીનો ડુંગર આવેલ છે ત્યાં જવા માટે કેડી છે. ઉપરના ભાગે ડેરી આવેલ. એમ કહેવાય છે કે ભતવારી માતાજી સાથે ભાથ્થુ (રોટલા)ની પોટલી કમ્મરમાં બાળક તેડેલ દર્શને આવે છે. બીજી તરફ નગી માતા આ વિસ્તારમાં ફરે છે, દર્શન આપે છે. માર્ગ ભૂલ્યો હોય તેને માર્ગ બતાવે છે. સંપૂર્ણ દર્શન આપે છે, ચમત્કારી છે, પરંતુ ભતવારી માતા કે નગીમાતા મૌન રહે છે તે વિશે કોઈપણ માહિતી ઉંડાણ રસપૂર્વક મળતી નથી. માત્ર પ્રચલીત દંતકથાઓ અનેક તાણાવાણાથી જોડાય છે. આ ઉપરાંત એવી ઘણી નિર્જન જગ્યાઓ બરડાડુંગરે આવેલ છે. જે તપસ્વી ગણાય છે પરંતુ કોઈ સિદ્ધ વ્યકિત વિશે જાણકારી માહિતી મળતી નથી ગુપ્ત ગણાય છે. માત્ર મકરધ્વજ ભતવારી માતા, નગીમાતાની પ્રચલીત ચર્ચા છે.

બરડાડુંગરની પરીક્રમા દિપોત્સવી તહેવાર પર યોજાય છે. જે ઘણી કઠીન છે તેનો પૂર્ણ પ્રચાર નથી. મર્યાદીત પ્રચાર છે.

બરડો ડુંગર દેશી ઔષધી વિપુલ ભંડાર છે. જીવનદાન આપનાર સંજીવની ગણાય છે. જે રીતે ગીરનાર-ગીર દેશી જડીબુટ્ટી ઔષધીનો જીવન સંજીવની ગણાય છે તેવી જ રીતે બરડો પણ સંજીવની છે. ચોમાસા દરમ્યાન અનેક પ્રકારની દેશી ઔષધીઓ જડીબુટ્ટી સ્વયંભૂ ઉગી નીકળે છે. બરડાડુંગરમાં નેશ બાંધીને રહેતા માલધારીઓ પાસે ઓળખ છે. કેન્સર - એઈડસ જેવા જીવલેણ રોગને મ્હાત કરનાર ઓષધી જડીબુટ્ટી ઉગી નીકળે છે.

સરકાર દ્વારા સંશોધન કરાવવાની ખાસ જરૂર છે. બરડાડુંગરનો ભોમીયો બરડા ડુંગરની સંજીવની સંશોધન પુસ્તીકા બહાર પડેલ છે. આ બધી ઔષધી ખાસ કરીને જળસ્ત્રોત પાસે મળે છે. બરડાડુંગર આવેલ સાત વિરડાનું પાણી એક પ્રકારની ઔષધી ગુણ ધરાવે છે. શ્વાસના અને ક્ષયના રોગનો ભોગ બનેલ વ્યકિત તેનો ઉપયોગ કરે છે. વન વિભાગ દ્વારા પણ દેશી ઔષધી બનાવતી કંપનીઓને આહવાન આપી સંશોધન કરાવવાની જરૂર છે. ચારસો ઉપરની ઔષધી જડીબુટ્ટી કુદરતી મળે છે. આ પુસ્તક લાયબ્રેરીમાંથી અથવા પ્રાચીન સંગ્રહ વ્યકિત પાસેથી મળી શકે. કેટલીક ઔષધી આપણે જાણતા હોવા છતા તેના પૂર્ણ ગુણધર્મોથી પરિચીત નથી જેથી ખ્યાલ આવતો નથી. દેશી ઔષધીનો ઉપયોગ ઘણો ધીમો ગુણકાર પરિણામ આપનાર છે, પરંતુ દર્દને મૂળમાં કાઢે છે, વળી આડઅસર પણ થતી નથી.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બરડાડુંગરમાંની જડીબુટ્ટી ઔષધીઓ માટે સંશોધન માટે આગળ આવે છે. કોરોના જેવા મહામારી સંક્રમણ રોગને કાબુમાં રાખનાર મૂળ નાબુદ કરનાર દેશી ઔષધી પણ મળી આવે. હાલ ઉકાળા પ્રચલીત છે. જે સફળ પ્રયોગ સાબીત થયેલ છે.(સંકલનઃ હેમેન્દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:37 pm IST)