Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સવારે ૪ કલાકમાં માંગરોળમાં ધોધમાર ૬ અને કેશોદમાં ૪ ઇંચ

સોરઠમાં સતત વરસાદથી લીલા દુકાળની ભીતિ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.૧૪ : સવારે ૪ કલાકે માંગરોળમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ થતા સમગ્ર પંથકમાં પાણીપ ાણી થઇ ગયો હોવાના સમાચાર છે.

માંગરોળમાં ગત રાત્રી બાદ આજે સવારથી મેઘાએ નવેસરથી બેટીંગ શરૂ કરતા સવારના ૬ થી૮માં ૪ર મીમી અને ૮ થી ૧૦માં ૧૦૯ મીમી એટલે કે ૬ કલાકમાં ૧પ૧ મીમી એટલે કુલ ૬ ઇંચ પાણી પડયાનું નોંધાયુ હતુ.

કેશોદમાં પણ મેઘો સવારથી તુટી પડયો છે. સવારના પ્રારંભીક બે કલાકમાં ૬૮ મીમી બાદમાં ૮ થી ૧૦માં ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

જુનાગઢમાં સવારે ૬ થી ૮માં ૪પ મીમી વર્ષા થયા પછી મેઘાનું જોર ઘટતા ૮ થી ૧૦માં  માત્ર બે મીમી વરસાદ થયો હતો.

સવારના ૬ થી ૧૦ના  ૪ કલાકમાં કેશોદમાં વધુ ૧૦૮ મીમી, જુનાગઢ ૪૭ મીમી, મેંદરડા ર૦ મીમી, માણાવદર ૧૪, માળીયા ૮૮ મીમી, વંથલીમાં ૭૩ મીમી, અને વિસાવદર ખાતે ૧ર મીમી મેઘ મહેર થઇ હતી. 

(1:40 pm IST)