Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વાંકાનેરનાં મચ્છુ-1 ડેમમાં નવા 12 ફૂટ પાણીની આવક : ઓવર ફ્લો થવામાં માત્ર નવ ફૂટ બાકી

વાંકાનેરમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ 402 મી.મી નોંધાયો

વાંકાનેર પંથકનાં જળસ્ત્રોત એવા મચ્છુ 1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 12 ફૂટ પાણીની જંગી આવક થતાં આ વિશાળ ડેમને હવે ઓવર ફ્લો થવામાં માત્ર નવ ફૂટ બાકી રહ્યુ છે.

 વાંકાનેર શહેર વિસ્તારમાં છેલ્લી 24 કલાકમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે , સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે વાંકાનેરમાં માત્ર પોણા બે ઈંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ 402 મી.મી નોંધાયો છે ,

49 ફૂટની ઊંડાઈ ધરાવતા મચ્છુ 1 ડેમમાં ગઈ કાલે 28 ફૂટ પાણીની સપાટી હતી જે કૂવાડવા તરફનાં ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે 24 કલાકમાં 12 ફૂટ જેટલા જંગી પાણીનાં જથ્થાની આવક થઈ હતી અને આજે 40 ફૂટ સુધી પાણીની આવક નોંધાઈ હતી ત્યારે વાંકાનેરના આ વિશાળ જળસ્ત્રોતને ઓવર ફ્લો થવા આડે માત્ર 9 ફૂટનું છેટું છે

(1:43 pm IST)