Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગોંડલ-જામકંડોરણા વચ્ચેનો પૂલ ભારે વરસાદને કારણે તૂટી પડતા એસ.ટી.ની ર૦ બસો બંધ

અન્ય તમામ ગ્રામ્ય-શહેરો-તાલૂકાના રૂટો શરૂ કરી દેવાયાઃ પાણી ઓસર્યા : આખા જામકંડોરણા તાલૂકામાં બસ વ્યવહાર ખોરવાઇ ગયોઃ યુધ્ધના ધોરણે મરામત શરૂ

રાજકોટ તા. ૧૪ : ભારે વરસાદને કારણે રાજકોટ એસ.ટી.ડિવીઝને કાલાવડ-જામજોધપુરની બસો ગઇકાલે બંધ કરી દિધી હતી, પરંતુ પાણી ઓસરતા, વરસાદ વિરામ લેતા રાજકોટથી તમામ ગ્રામ્ય-શહેરી-તાલુકાની રૂટો સવારથી શરૂ કરી દેવાયાનુ ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ''અકિલા''ને જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ગોંડલ-જામકંડોરણા વચ્ચેનો મહત્વનો એવો પૂલ તુટી પડતા રાજકોટ-ગોંડલથી જતી તમામ ર૦ જેટલી એસ.ટી.બસનો વ્યવહાર ખોરવાઇ ગયો છે. પૂલનું યુધ્ધના ધોરણે મરામત કામ કરવા જેતે અધીકારીઓએ તંત્રને સૂચના આપી છે, પરંતુ જામકંડોરણા આસપાસના ગ્રામ્ય ક્ષેત્રમાં પણ પૂલને કારણે બસ વ્યવહાર ખોરવાઇ ગયો છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે.

(3:18 pm IST)