Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગોંડલ પોલીસે ૯.૧૮ લાખના દારૂના જથ્થા ભરેલુ કન્ટેનર ઝડપી લીધુઃ ડ્રાઇવરની ધરપકડ

કન્ટેનરમાં ગુપ્ત ખાના બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો'તો : ડ્રાઇવર દારૂ મંગાવનારના વોટસએપ કોલની રાહ જોતો'તો પણ પોલીસ પહોંચી ગઇ!

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો, કન્ટેનર અને ગોંડલ પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ,  તા., ૧૪: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે વોચ માં રહેલી સીટી પોલીસે વિદેશીુ દારુ નો જથ્થો ભરી જુનાગઢ તરફ જઇ રહેલ કન્ટેનર ટ્રક ને જડપી લઇ રુ.૧૯.૪૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારું નો વિપુલ જથ્થો કોણે મંગાવ્યો તે અંગે કન્ટેનર ડ્રાઇવર ની પુછપરછ શરું કરી  છે.

પ્રાપ્ત વિગતો મુજબ પુવઁ બાતમી નાં આધારે ગત રાત્રે પીઆઇ. સંગાડા, પીએસઆઇ. ઝાલા, ગોલવેલકર, સ્ટાફનાં યુવરાજસિંહ જાડેજા, જયંતિભાઇ સોલંકી, વિશાલભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ ખિમસુરીયા, યુવરાજસિંહ ગોહિલ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે વોચમાં હતાં ત્યારે રાજકોટથી જુનાગઢ તરફ જઇ રહેલ જીજે.૦૩ એટી.૨૧૨૦ નંબર નાં કન્ટેનરને અટકાવી ટ્રક ડ્રાઇવર રાજસ્થાનનાં બાડમેરનાં શેડવા તાલુકાના લકડાસર રહેતાં જાટ મેઘારામ ધરમારામ દેદારામ ને ઝડપી લઇ કન્ટેનરમાં તલાસી લેતાં ગુપ્ત ખાનામાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારુ ની ૨૩૮ બોટલ કીંમત રૂ.૯.૧૮૦૦૦ નો જથ્થો મળી આવતાં કન્ટેનર,મોબાઈલ મળી કુલ રૂ.૧૯.૪૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ડ્રાઇવર ની પુછપરછ હાથ ધરી છે.

પોલીસે કન્ટેનર અટકાવી ડ્રાઇવરને પુછતાં કન્ટેનર  ખાલી હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ પાસે પાક્કી બાતમી હોય કન્ટેનર ની તલાસી લેતાં આગળનાં ભાગે ઉંચાઇ પર બે ભાગમાં પ્લેટ ફીટ કરી હોય પોલીસને શંકાસ્પદ જણાતાં પ્લેટનાં સ્ક્રુ ખોલી  પ્લેટ હટાવતાં અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આમ પોલીસની ચકોર નજરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

વિદેશી દારૂનો વિપુલ જથ્થો કોણે મંગાવ્યો તથાં કોણે મોકલ્યો તે અંગે પીઆઇ.સંગાડા એ જણાવ્યું કે દારૂની હેરાફેરી માટે વોટસએપ કોલ નો ઉપયોગ થતો હોય કન્ટેનર ડ્રાઇવર ગોંડલ પંહોચી વોટસએપ કોલની રાહમાં હતો પણ એ પહેલાં જ ઝડપાઇ જવાં પામ્યો હતો.કોલ ડિટેલ્સ સાથે તપાસ હાથ ધરાઇ છે.(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય ગોંડલ) 

(4:08 pm IST)