Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જૂનાગઢ-૨, ભેંસાણ - મેંદરડા - ભાણવડમાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના ૧૨ તાલુકામાં ઝાપટાથી અડધો ઇંચ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલ કરતા આજે વરસાદનું જોર ઘટયું છે અને હળવો વરસાદ કોઇ જગ્યાએ વરસી જાય છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયું છે કે, આજે બપોરના ૧૨ થી ૨ દરમિયાન જુનાગઢમાં ધોધમાર ૨ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ભેંસાણ અને મેંદરડામાં એક ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે માણાવદર, માળીયાહાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, તાલાલા, લાલપુર, દ્વારકા, રાપર, નખત્રાણા, રાજકોટમાં ઝાપટા વરસ્યા છે.

(4:09 pm IST)