Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

માણાવદર-વંથલી-અંજાર-કુતિયાણામાં ૧ ઈંચઃ જામજાધપુરમાં ગાજવીજ સાથે ધોધમારઃ રાજકોટમાં કડાકા-ભડાકા સાથે ધીમી ધારે

તસ્વીરમાં જામજાધપુરમાં વરસાદી પાણી નજરે પડે છે. (તસ્વીરઃ દર્શન મકવાણા-જામજાધપુર)

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્ના છે. આજે બપોરે ૨ થી ૪ દરમિયાન અનેક જગ્યાઍ ઝાપટાથી માંડીને ૧ ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જાશીના અહેવાલમાં જણાવાયુ છે કે માણાવદર અને વંથલીમાં ૧ ઈંચ તથા કેશોદમાં પોણો ઈંચ વરસાદ પડયો છે.

જામનગર જિલ્લાના જામજાધપુરના પ્રતિનિધિ દર્શન મકવાણાના અહેવાલમાં જણાવાયુ છે કે જામનગરમાં લગભગ અડધી કલાકથી ગાજવીજ સાથે મેઘરાજા મન મુકીને વરસી રહ્ના છે. ખરાવાડ સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા છે.

કચ્છના અંજારમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભચાઉ અને માંડવીમાં અડધો ઈંચ તથા ગાંધીધામ અને મુંદ્રામાં ઝાપટા પડયા છે. અમરેલી જિલ્લાના વડીયા, રાજુલા અને સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ પડયો છે. જામનગર જિલ્લાના જામજાધપુર અને જામનગરમાં કંટ્રોલ રૂમમાં અનુક્રમે ૬ અને ૫ મી.મી. વરસાદ નોîધાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, વેરાવળ અને સૂત્રાપાડામાં ઝાપટા પડયા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામકંડોરણામાં પોણો ઈંચ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્ના છે.

(4:55 pm IST)