Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ધોરાજીમાં મેઘતાંડવ 24 કલાકમાં 13 ઇંચ વરસાદ: સીઝનનો કુલ વરસાદ 35.5 ઇંચ વરસાદ નોંધાયો

આખી રાત મેઘ સવારી ચાલુ કોઈ જાનહાનિ કે મુશ્કેલી નહીં: ધોરાજી પાસે નો ભાદર 2 ડેમ 12 દરવાજા 10 ફૂટ ઓવર ફ્લો: ધોરાજીના પીવાનું પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં ગઈકાલ રાતથી મેઘરાજાએ મેઘ તાંડવ કરતાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો

રવિવારે રાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થતાં આજે સવારે ભારેથી અતિભારે વરસાદ પડી ગયો હતો અને અત્યારે પણ વરસાદ ચાલુ છે 24 કલાકમાં 325 મીમી વરસાદ નોધાયો ચૂક્યો છે
ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે
ધોરાજીમાં સોમવારે સવારે 6 વાગ્યાથી  આજરોજ સવાર ના 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં 13 ઈંચ વરસાદ  પડી ગયો છે
આખી રાત ધોરાજીમાં ધીમીધારે થી ભારે વરસાદ સાથે 24 કલાક વરસાદ અવિરત ચાલુ રહેતા 13 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર ધોરાજી પંથકમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે
ચોમાસાના પ્રારંભ બાદ પ્રથમ વખત ધોરાજી માં આ પ્રકારે વરસાદ વરસી ગયો છે આખી રાત ભારે વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે
ધોરાજી પાસેથી પસાર થતી ભાદર 2 ડેમ તેમજ સફુરા નદીમાં પાણી ના નવા  નીર આવતા ચેકડેમ ઓવરફલો થયો હતો તેમજ ભાદર 2 ડેમ બાર પાટીયા ખોલવામાં આવતા 10 ફૂટ ઓવરફલો થયા છે
ધોરાજીમાં સિઝનનો કુલ 884 મિમી 35.5 ઇંચ વરસાદ નોંધાયો છે હજુ વરસાદ ધીમીધારે ચાલુ જ છે

(6:35 pm IST)