Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબીના અયોધ્યાપૂરી અને નવાડેલા રોડ પરથી દારૂ ઝડપાયો

અયોધ્યાપુરી રોડ પરથી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન અયોધ્યાપુરી રોડ પરથી આરોપી સિરાજ ઉમર ખોખર (ઉ.વ.૧૯) રહે મહેન્દ્રપરા શેરી નં ૨૦ વાળાને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૩ બોટલ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવાડેલા રોડ પરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો. છે
મોરબીના નવાડેલા રોડ પરના રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે નવાડેલા રોડ પર રહેતા કિશન કુબાવતના રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો જેમાં ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલ મળી આવતા એલસીબી ટીમે ૧૫ હજારની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:06 pm IST)