Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી પાનની દુકાનના તાળા તોડી તસ્કરો સિગરેટ, બિસ્કીટ અને રોકડ ચોરી ગયા

રાબેતા મુજબ પોલીસે તપાસના નાટક કર્યા, બનાવ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નહિ

મોરબી પંથકમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને પોલીસ તસ્કરોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રીના શનાળા રોડ પરની પાનની દુકાનના તાળા તોડી તસ્કરો સિગરેટના પેકેટ, ચોકલેટ અને રોકડની ચોરી કરી ફરાર થયા છે
મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક બોમ્બે પ્લાઝામાં આવેલ સાંઈ પાન ડેપો નામની દુકાનના ગત રાત્રીના તસ્કરો તાળા તોડ્યા હતા હથિયાર વડે શટર ઉચકાવી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ સિગરેટ, ચોકલેટ અને ૫૦૦૦ જેટલી રોકડ મળીને અંદાજે ૨૫ હજારની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થયા છે

(7:08 pm IST)