Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબીના રણછોડનગરમાં રહેણાંક મકાન દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વિદેશી દારૂની બોટલ નંગ-૫૫ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા આરોપી ચિરાગ જોષીની અટકાયત

મોરબીના રણછોડનગરમાં ચરમારિયા દાદાના મંદિર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં ચરમારિયા દાદાના મંદિર નજીક રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં આરોપી ચિરાગભાઈ ભાઈલાલભાઈ જોષીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૫ કીમત રૂ.૨૦૬૨૫ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા આરોપી ચિરાગ જોષીને અટક કરી આરોપી રાજુભાઈ ખીમજીભાઈ પરમાર રહે- મોરબી રેલ્વે સ્ટેશન પાછળ વાળો હાજર નહિ મળી આવતા તેની શોધખોલ હાથ ધરી છે

(7:09 pm IST)