Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

લ્યો....બોલો !! જેતપર ગામના સ્મશાનમાથી તસ્કરો, ચિતા ખડકવાનો ખાટલો અને જેક ચોરી ગયા

મોરબી તાલુકાના જેતપર ગામે સ્મશાનમાંથી લોખડની ઇંગલ વાળો ખાટલો તથા લાકડા ફાડવા માટેનો ઝેકની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે સ્મશાનમાં આવેલ લોખંડની ઈંગ્લવાળો ખાટલો અને લોખડનો લાકડા ફાડવા માટેનો પીળા કલરનો ઝેક કીમત રૂ.૩૫૦૦ ની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નીલેશભાઈ પ્રાણજીવનભાઈ અધારાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(7:13 pm IST)