Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જેતપુર થી દેરડી જવાના પુલ ઉપરથી રિક્ષા સહિત એક યુવાન તણાયો

અકસ્માતની જાણ ડે. કલેકટર આલને કરતા તુરત ટીમ ને મોકલવાની તજવીજ હાથ ધરી

જેતપુર :શહેરના દેરડી જવાના બેઠા પુલ ઉપર ઉપરવાસ વરસાદ ના કારણે આવવા લાગ્યું હોય પુલ ઉપર થી પસાર થતી રિક્ષાના ડ્રાઈવર સહિત રિક્ષા અકસ્માતે પાણીમાં પડી જતાં બંને તણાયા હોવાની માહિતી સમાજ સેવક હારૂનભાઈ રફાઈ એ આપતા આ અકસ્માતની જાણ ડે. કલેકટર આલને કરતા તુરત ટીમ ને મોકલવાની તજવીજ હાથ ધરી છે.

     અત્રે ઉલ્લેખનીય છેકે આ પુલ ઉપર અવાર નવાર અકસ્માત થતાં રહે છે અને જિંદગી નો ભોગ લેવાય છે.

(10:19 pm IST)