Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પસાયા ડેમ બાબતે સોશ્યલ મીડિયામાં વાયરલ ઓડિયો માત્ર અફવા : ડેમમાં કોઈ નુકશાન નથી

લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને ભયમાં ન આવવા અનુરોધ

જામનગર : હાલ પસાયા ડેમ તૂટવાની તૈયારી છે તેવો ઓડિયો વાયરલ થયેલ છે જે બાબતે ખાસ સ્પષ્ટતા કરવાની કે ડેમમાં કોઈ નુકસાન થયેલ નથી અને આ માત્ર એક અફવા છે. પસાયા ડેમ એટલે કે લોકો રૂપારેલ ડેમ વિશે આવી અફવાઓ ફેલાવી રહ્યા છે તો મીડિયા મિત્રોને વિનંતી કે તેઓ તેમના માધ્યમ મારફતે લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અને ભયમાં ન આવવા અનુરોધ કરી લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સહયોગી બને. તેમ યાદીમાં જાણવાયું છે

(10:22 pm IST)