Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરેન્દ્રનગર દુધરેજ-વઢવાણ નગરપાલિકામાં નવી આધુનિક સુવિધા સભર એમ્બ્યુલન્સનું આગમન

કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે રાહતરૂપ રહેશે

(ફઝલ ચૌહાણ)વઢવાણ,તા. ૧૪: સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામાં ફાળવેલ નવી એમ્બ્યુલન્સમાં ઓકસીજન અને એસી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ખરેખર આ એમ્બ્યુલન્સની જયારે વીપીનભાઈ ટોળીયા પ્રમુખ હતા ત્યારે બાબુલાલ નગરપાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે .

વીપીનભાઈ ટોળીયા દ્વારા નગરપાલિકાની ગ્રાન્ટ માટે ગાંધીનગર ખાતે મીંટીગમાં જવાનુ હતુ તે દીવસે બાબુલાલ વીપીન ભાઈ સાથે હતા તેઓ ગાડી ચલાવતા હતા ત્યારે તેમને વાત કરી કે આપણે એક સારી એમ્બ્યુલન્સ ની જરૂર છે આપણી પાસે રહેલી એમ્બ્યુલન્સ હવે જુની થઈ ગઈ તો એક એમ્બ્યુલન્સ સુરેન્દ્રનગરના નાગરીકો માટે લાવી આપો તો સારૂ..

વીપીનભાઈ ટોળીયાએ તરતજ ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એન્જિનિયર કંયવતસીંહ હેરમાં ને બીજા દિવસે બોલાવીને આ એમ્બ્યુલન્સ લાવવા માટે પ્રોસીઝર કરવા કહ્યુ પરંતુ વીપીનભાઈને એમ થયુ કે સાદી એમ્બ્યુલન્સ નથી લાવવી દર્દી ઓ માટે એસી અને ઓકસીજન વાળી એમ્બ્યુલન્સ ખરીદ કરવી છે જેથી નાગરીકોને ઉનાળાની ગરમીમાં તેમજ કોઇ ગંભીર દર્દી હોય તો ઓકસીજન પણ હોવુ જોઇએ એવી વીપીનભાઈ ટોળીયાની ટિમ ને વિશ્વાસ લઈને જનરલ બોર્ડમાં ઠરાવ કરાવ્યો .

કાલે આ એમ્બ્યુલન્સ આવીગઇ છે બાબુલાલ ડ્રાઈવર તેમજ નાગરીકોની ઇચ્છા પુરી કરી આજે બાબુલાલને પણ આનંદ થયો અને એ પણ કહેવા લાગ્યા કે વીપીનભાઇ એ નાના માણસની ઇચ્છા સજેસન સાથે પુરી કરી.

તેમજ નાગરીકો એ પણ આનંદ સાથે લાગણી વ્યકત કરી આજરોજ નવી એમ્બ્યુલન્સ ની ચકાસણી કરતા સુરેન્દ્રનગર દુદ્યરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા તેમજ ગેરેજ વીભાગ ના ઇન્ચાર્જ મનોજભાઇ વ્યાસ તથા દેવાંગભાઇ દુઘરેજીયા તસ્વીરમાં નજરે પડે છે.

(11:21 am IST)