Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લીંબડી સબ જેલમાંથી બે મોબાઇલ ફોન, મસાલા પેકેટ-૧૦, બીડીની પાંચ જુડી, ત્રણ માચિસ મળી આવતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ બનતી જઈ રહી છે. ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની જેલમાંથી આરોપીઓ ભાગી જવાના અને ખાસ પોલીસને ચકમો દઈને જિલ્લામાંથી આરોપી ભાગી જવાની સંખ્યામાં પણ છેલ્લા ત્રણ માસથી વધારો જોવા મળ્યો છે તેમાં ખાસ કરી લીંબડી અને ધાંગધ્રા સબ જેલ આ બાબતે ખૂબ જ ચર્ચિત રહી છે અને ખાસ આ બંને જેલમાંથી અવારનવાર આરોપીઓ ભાગી જવાના બનાવો પણ સામે આવા પામ્યા છે ત્યારે બીજી તરફ અવાર નવાર આ બંને જેલોમાંથી જેલમાં સજા ભોગવતા પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે એમાં લીંબડી સબજેલમાં સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવતા સબ જેલમાંથી સેમસંગ કંપનીના બે મોબાઇલ દસ નંગ મસાલા બીડિ બાકસ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેલમાંથી મળી આવી હતી.

જેમાં સબજેલમાં સેમસંગ મોબાઇલ કંપનીના બે મોબાઇલ ફોન એસ કુમાર કંપનીના મસાલા નંગ ૧૦ અને એ વન ટાઈગર છાપ બીડી અને તુલસી લખેલી બાકસ ની પેટીઓ ગેરકાયદેસર રીતે જેલ પ્રતિબંધીત ચીજવસ્તુઓ જેલ પ્રીમાઇસીસમાં રાખી તેમજ બહારથી અજાણ્યા ઇસમોએ આ મોબાઇલો તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ ઇસમો સુધી પહોંચાડી મદદગારી કરી તમામે ભેગા મળી ગુનો કર્યા બાબતની જાણ તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને થઈ હતી.

આ અંગે હિતેષભાઇ જેશીંગભાઇ જોગરાણા અના.પો.હેડ કોન્સ. બ.નં.૭૬૦ એલ.સી.બી. શાખા સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, લીંબડી સબજેલ આરોપી અજાણ્યા ઇસમોએ સબજેલમાં સેમસંગ કંપનીના બે મોબાઇલ ફોન તેમજ એસ-કુમાર કંપનીના મસાલા નંગ-૧૦ તથા એ-વન છાપ ટાઇગર બીડીની જુડી નંગ-૦૫ તથા તુલશી માચીસ લખેલ બાકસની પેટી (નાના બોકક્ષ) નંગ-૦૩ જે ગેરકાયદેસર રીતે જેલ પ્રતિબંધીત ચીજવસ્તુઓ જેલ પ્રીમાઇસીસમાં રાખી તેમજ બહારથી અજાણ્યા ઇસમોએ આ મોબાઇલો તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ ઇસમો સુધી પહોંચાડી મદદગારી કરી તમામે ભેગા મળી ગુનો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. એન.એચ.સોલંકી કરે છે.

(11:22 am IST)