Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગોંડલ : કોરોનાથી ભોગ લેવાયેલ શિક્ષકના પરિવારને સહાય

ગોંડલ : કોરોના વૈસ્વિક મહામારીમાં મોંદ્યીબા માધ્યમિક કન્યા શાળા ગોંડલના શિક્ષક દિનેશકુમાર સાગરનું કોરોનાને કારણે અકાળે અવસાન થતા તેમના પરિવારને સહાય રૂપે ગોંડલ તાલુકા શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તરફથી સભાસદ મરણોતર સહાય ફંડ ની રકમ રૂ..૫૬૭૩૦૦ ની રકમ મંડળીની મીટીંગમા વિષેશ ફંડ મંજૂર કરવામાં આવતા તે રકમનો ચેક ગોંડલ શિક્ષક સરાફી મંડળીના કારોબારી સદસ્ય અશોકભાઈ શેખડા, જેન્તીભાઈ મારકણા, ભગવાનજીભાઈ ભાગીયા, પરસોત્ત્।મભાઈ કથીરિયા તથા મંત્રી પરેશ સોરઠીયાના હસ્તે શિક્ષકના ધર્મપત્ની પ્રતિભાબેન દિનેશકુમાર સાગરને આપવામાં આવ્યો હતો અને સાથે સાંત્વના આપી હતી તે તસ્વીર

(11:24 am IST)