Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મોરબીમાં ૧૮ માસની સજા પામેલ પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી,તા. ૧૪: જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ પ્રકાશ ગોવિંદભાઈ પંડિત રહે મોરબી મહેન્દ્રપરા વાળા સામે સેશન્સ કોર્ટ મોરબીમાં કેસ ચાલી જતા વર્ષ ૧૯૯૫ માં ૧૮ માસની કેદની સજા કરવામાં આવી હતી અને આરોપીએ ગુજરાત હાઈકોર્ટ ખાતે અપીલ કરી હોય જે વર્ષ ૨૦૧૫ માં નામંજૂર થઇ હોય અને મોરબી સેશન્સ કોર્ટનો સજા હુકમ માન્ય રાખ્યો હોય આરોપીને કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કરતા આરોપી કોર્ટમાં સરન્ડર થયેલ ના હતો અને પાંચ વર્ષથી ફરાર હોય.

જેથી મોરબી સેશન્સ કોર્ટે વોરંટ કાઢેલ હોય જે ફરારી આરોપી સાધુનો ભેખ ધારણ કરી સાધુ બની જઈ નાસતો ફરતો હોય જે આરોપી પ્રકાશ ગોવિંદ પંડિત (ઉ.વ.૬૭) ને આજે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સેવાસદન ગેટ પાસેથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને સોપેલ છે.

(11:26 am IST)