Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ઉપલેટાઃ પત્રકાર સાથે ગેરવર્તન સામે આવેદન

ઉપલેટાઃ પત્રકાર કાનભાઇ પોતાની ફરજના ભાગરૂપે પોલીસ સ્ટેશને માહિતી લેવા માટે ગયા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત પી.આઇ.એ ગેરવર્તણૂંક કરી તે સામે ઘેરા પડઘા પત્રકાર આલમમાં પડેલ છે. પત્રકારોએ રાજકોટ જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પી.આઇ.એ કરેલ પત્રકારોની સામેની અણછાજતા વર્તનના વિરોધમાં પગલા લેવાની માંગણી કરેલ હતી. આવેદનપત્ર આપવામાં અખીલ ભારતીય પત્રકાર પરીષદના પ્રમુખ જીજ્ઞેશભાઇ કાલાવડીયા, ગુજરાતના ઉપપ્રમુખ કીશોરભાઇ મારૂ, ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, કીરીટભાઇ રાણપરીયા, કાનભાઇ સુવા, ઇબ્રાહીમ સર્વદી, ભાવેશભાઇ, જયેશભાઇ સહિતના પત્રકારો જોડાયા હતા. આવેદન આપ્યું તે તસ્વીર. (તસ્વીરઃ કૃષ્ણકાંત ચોટાઇ ઉપલેટા)

(11:27 am IST)