Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ઓખા જેટી નજીક બોટના ભંડાર રૂમમાં માચ્છીમાર પ્રૌઢનું મોત

ખંભાળીયા તા. ૧૪: ઓખાના આર. કે. બંદર હિરાવતી જેટી પાસે આવેલી કેવટ પ્રસાદ બોટમાં માચ્છીમારીનું કામ કરતાં અને મુળ વલસાડના ઉડગવાળા ગામ અને હાલ હિરાવત જેટી ઓખામાં રહેતા બુધ્ધીયાભાઇ નારણભાઇ હળપતી (ઉ.વ.૬૦) ના પ્રૌઢ ગતરોજના બોટની અંદર આવેલા ભંડાર રૂમમાં ગયા હતાં કેટલોક સમય સુધી બહાર ન નિકળતાં અન્ય માચ્છીમાર ભંડાર રૂમમાં જોવા જતાં તે બેભાન મૃત હાલતમાં મળી આવતાં બનાવ અંગે દશરથ દલુભાઇ હળપતી નામના માચ્છીમારે ઓખા મરીન પોલીસને જાણ કરતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુરના ગાગા ગામે પાના ટીંચતા ચાર ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુગાર રમતાં અશોક નાથાલાલ ઠાકર, નારણ કાનજી પરમાર, વજશી પબા ચાવડા, મેરામણ ધના ચાવડા રહે. તમામ ગાગા ગામ વાળાઓને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ ૪ર૯૦ની મતા કબ્જે કરી કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

(11:27 am IST)