Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોડીનારમાં દુષ્કર્મ પ્રકરણમાં ૩ની ધરપકડઃ રાજકીય અગ્રણી પ્રવિણ ઝાલાની શોધખોળ

રાજકોટ તા. ૧૪ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સગીરા ઉપર દુષ્કર્મ પ્રકરણમાં ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે રાજકીય આગેવાન પ્રવિણસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે કોડીનાર પી.આઇ. શ્રી ચુડાસમાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, પોલીસે લીલીબેન અશોક વાઘેલા, રહેમતબેન અલારખા બાનવા અને યુસુફશા અલારખા બાનવાની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે. જ્યારે પ્રવિણ ઝાલા નામનો શખ્સ ફરાર હોય તેની શોધખોળ હાથ ધરાઇ છે.

કોડીનારનો અહેવાલ

રાજુલાના વડલી રોડ નજીક રહેતી એક મહિલાની ૧૪ વર્ષિય પૌત્રી છેલ્લા કેટલાક વખતથી કોડીનારમાં તેના નાની સાથે રહે છે. પિડીતાના નાની કોડીનારની મધુવન સોસાયટીમાં ભાડેથી રહે છે. ભોગ બનનાર સગીરાનો મામો કોડીનારના રાજકીય અગ્રણી પ્રવિણસિંહ ઝાલાને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તે પોતાની ભાણેજને પ્રવિણભાઇના કાજ ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં કામ અપાવી દેવાના બહાને લઇ ગયો હતો. જ્યાં સગીરા ઉપર પ્રવિણ ઝાલાએ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાં સગીરાના રાજુલા રહેતા દાદીએ કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પીડિતાની નાની મધુવન સોસાયટીના જે મકાનમાં રહે છે તે મકાનમાં અગાઉ પોલીસે રેડ પાડી બહારથી યુવતીઓને બોલાવીને ચલાવવામાં આવતું કુટણખાનુ પકડી પાડયું હતું. આમ એ જગ્યા કુખ્યાત થઇ ગઇ હતી. આ મકાનમાં રહેતી પિડીતાની નાની, મકાન માલિક લીલીબેન અને તેના મામાએ આ ગુનો આચરવામાં મદદગારી કરી હોવાની પણ સગીરાની દાદીમાએ પોલીસ ફરીયાદ કરી છે.

(11:27 am IST)