Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પુરુષોતમ માસની મહા એકાદશીએ સોમનાથ તીર્થ ત્રિવેણી સંગમ-સોમનાથ ભાવિકો ઉમટયા

પ્રભાસ-પાટણ તા.૧૪: (મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જે માસના સ્વામી બન્યા છે તેવા જપ-તપ-દાન અને પુણ્ય પ્રાપ્તિના મહિમાવંતા અધિક માસની પરમા એકાદશીએ આજે સોમનાથના પવિત્રણ ત્રિવેણી સંગમે શ્રધ્ધાળુ ભાવિકો ઉમટયા હતાં.

પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં સ્નાન કરી વિધી-વિધાન પૂજા કરાવી પવિત્ર પુરૂષોત્તમ માસ ભકિતમાં પાવન બન્યા હતા. ગાયને ઘાંસચારો આપવો, દાન-પૂણ્ય કરવું, સોમનાથ મહાદેવના દર્શન કરવા તથા ભગવાન શ્રી કૃષ્ણના તીર્થો ભાલકા અને ગીતા મંદિર જઇ દર્શન-પાઠ કરવા સહિતના ધર્મકાર્યોથી પ્રભાસ ધર્મમય બન્યું છે.અધિક માસ હવે પૂર્ણતાને આરે છે અને ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-આસપાસના શ્રધ્ધાળુઓ પાવનમય બનવા ઉમટી રહ્યા છે.

(11:31 am IST)