Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વાંકાનેરનાં માટેલ આઇ શ્રી ખોડિયાર મંદિરે નવરાત્રીમાં નાની બાળાઓ માતાજીની આરાધના કરશે

વાંકાનેર, તા.૧૪: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત પ્રશિદ્ઘ યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આગામી આસોના પવિત્ર નવરાત્રી નિમિતે માતાજીના પાવન સાનિધ્યમાં નવ દિવસ દરરોજ રાત્રીના નવ વાગ્યાંથી નાની નાની બાળાઓ માતાજીના ગરબા લઈને માતાજીની આરાધના કરશે અને પ્રાચીન પરંપરાગત ગરબા બાળાઓ ગરબા લેશે આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન બહારગામથી આવતા યાત્રાળુ માટે ઉતારાની પણ સગવડ કરેલ છે તેમજ કોરોનાની મહામારીના છેલ્લા ઘણા સમયથી મહા પ્રશાદ બંધ હતો જે પુનઃ દસ દિવસથી 'મહા પ્રસાદ' બને ટાઈમ શરૂ કરવામાં આવેલ છે. અત્યારે અવિરત બને ટાઈમ માટેલ મંદિરમાં 'મહા પ્રસાદ' ચાલુ છે જયાં ધજા ફરકે સતધર્મની એવા માટેલ રૂડાધામમાં નવરાત્રીની ભકિતમયના દિવ્ય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવશે નવરાત્રી દરમ્યાન દરરોજ માતાજીને વિધ વિધ શણગાર કરવામાં આવશે પુષ્પોની કલાત્મક 'રંગોળી' કરવામાં આવશે બને ટાઈમ માતાજી ની ' મહા આરતી ' ઢોલ નગારા અને ઝાલરોના નાદથી કરવામાં આવશે માટેલ મંદિરે આવતા દરેક ભાવિક ભકતજનો સોશિયલ ડીસ્ટન્સ રાખવાનું રહેશે તેમજ માસ્ક પહેરીને જ દર્શન કરવાનું આવવાનું રહેશે જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલ ધરા ના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા દ્વારા જણાવાયું છે વધુ વિગત માટે મહંત શ્રી રણુદાસબાપુ કોન્ટેક મોબાઈલ ન  ૯૬૦૧૪ ૨૩૫૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 am IST)