Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લોકડાઉન સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: મુંગણી ગામે રહેતા મહેન્દ્રસિંહ પથુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧૦–ર૦ર૦ના કુલદીપસિંહ પથુભા રાઠોડ, ઉ.વ.૩૮, રે. સિકકા ભગવતી કોલોની, જિ.જામનગરવાળાને લોકડાઉન સમયથી ધંધો વ્યવસાય બરોબર ચાલતો ન હોય અને ઘરની નબળી આર્થીક પરિસ્થિતીના સંકળામણના કારણે પોતાની જાતેથી પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન તા.૧ર–૧૦–ર૦ર૦ના મરણ થયેલ છે.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મેહુલભાઈ કનુભાઈ ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના ખંભાળીયા નાકા થી પવનચકકી સર્કલ તરફ જતા રોડ ઉપર પોપટાલ ધરમશીભાઈ મપારા, સસ્તા અનાજની દુકાનની બહાર રોડ ઉપર, જામનગરમાં આરોપી ચેતનભાઈ કિરીટભાઈ મપારા એ હાલમાં દુબઈમાં રમાતી આઈપીએલ ર૦–ર૦ ટુનામેન્ટ મેચ સન રાઈઝર હૈદરાબાદ તથા ચન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિરૂઘ્ધ રમાતી ર૦–ર૦ ક્રિકેચ મેચ મોબાઈલ ફોનમાં લાઈવ પ્રસારણ નિહાળી મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ એપ્લીકેશનમાં આરોપી વિશાલ પટેલ ના મોબાઈલ ફોન ઉપર કપાત કીર કરાવી રન ફેર નો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન આરોપી ચેતનભાઈ પાસેથી રોકડા રૂ.૧૦,પ૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૧પપ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિશાલ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરેન્દ્રસિંહ સીયારામસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના પવનચકકી સર્કલ પાસે, જામનગરમાં આરોપી શનિ પરસોતમભાઈ જેસાણી એ હાલમાં દુબઈમાં રમાતી આઈપીએલ ર૦–ર૦ ટુનામેન્ટ મેચ સન રાઈઝર હૈદરાબાદ તથા ચન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિરૂઘ્ધ રમાતી ર૦–ર૦ ક્રિકેટ મેચ મોબાઈલ ફોનમાં લાઈવ પ્રસારણ નિહાળી મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ એપ્લીકેશનમાં આરોપી મોગુ, મો.૮ર૦૦૭૪ર૯ર૯ ના મોબાઈલ ફોન ઉપર કપાત કરી રન ફેરનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન આરોપી શનિ પરસોતમભાઈ જેસાણી પાસેથી રોકડા રૂ.૮૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.પ૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી મોગુ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

(12:37 pm IST)