Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જામનગરમાં ભાઇના લેણદારોએ છરીનો ઘા ઝીંકયોઃ ખૂનની ધમકી

(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીબેન વિજયભાઈ કટેશીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના કલ્યાણચોક,જામનગરમાં ફરીયાદી લક્ષ્મીબેના પતિ તેના ભાઈની મોટરસાયકલ લઈ ને જતા હોય ત્યારે આરોપી મામદ ઉર્ફે ટકો ફરીયાદી લક્ષ્મીબેનના પતિ વિજયભાઈને કલ્યાણચોકમાં બોલાવી અન્ય આરોપી અશોક મોચી, મામદ ઉર્ફે ટકો તથા એક અજાણ્યો ઈસમે ત્યાં બોલાવી ફરીયાદી લક્ષ્મીબેનના પતિ વિજયભાઈ સાથે બોલાચાલી કરી ફરીયાદી લક્ષ્મીબેનની પતિ વિજયભાઈના ભાઈ પાસેથી પૈસા લેવાના હોય જેથી વિજયભાઈ પાસે ગાડીની ચાવી માંગતા ન આપતા આરોપીઓ વિજયભાઈને ગાળો આપી, ઝાપટો મારી, વિજયભાઈને છરી નો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષિરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના વુલનમીલ ખુલ્લા ફાટક પાસે, જાહેરમાં આરોપી નીખીલભાઈ હરેશભાઈ સવનીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ હનુમાન ટેકરીના છેવાડે, સોનલનગર રોડ, સાતનાલા પાસે, આરોપી શકીલ ઉર્ફે શકલો હુસેનભાઈ જોખીયાના રહેણાક મકાનમાં પાસ પરમીટ વગર એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી જેના ઉપર બેચ નંબર જોતા ૬પ મેન્યુફેકચરીંગ ડેટ સપ્ટેમ્બર ર૦ર૦ની ૭પ૦ મીલી કંપની શીલબંધ કાચની બોટલ અલગ–અલગ નંગ–૪, કિંમત રૂ.ર,૦૦૦/– ની રાખી અન્ય આરોપી આરીફ રહીમભાઈ આમરણીયા, સિરાજ દોસ્તમામદ રાયજાદા એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

કાનાછીકારી ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સલીમભાઈ બશીરભાઈ મુંદ્રાક એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧૦–ર૦ર૦ના કાનાછીકારી ગામે, શંકર ના મંદિર પાસે જાહેરમાં આરોપી વનરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ચંદુભાઈ વસરામભાઈ અસ્વાર, હસમુખભાઈ નવનીતભાઈ ભટ્ટ, બિપીનસિંહ જીતુભા જાડેજા, ચંદુભાઈ રેવાશંકર બારોટ, જીતુભાઈ રાણસીભાઈ ભાણ, બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા, દશરથસિંહ ઘનશ્યામસિંહ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૧૧પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સગીરનું અપહરણ કર્યાની રાવ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમીલાબેન મડીયાભાઈ પેમાભાઈ પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ–૧૦–ર૦ર૦ના લાલવાડી, શ્યામ મેરેજ હોલથી સરદારનગર લાલવાડી ટેનામેન્ટની વચ્ચે, જામનગરમાં ફરીયાદી રમીલાબેન ના સગીર વયનો દિકરો અનીલ મડીયાભાઈ પરમાર, ઉ.વ.૧પ ને કોઈ અજાણ્યો ઈસમ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(12:38 pm IST)